Gandhinagar: ફોરેસ્ટ ગાર્ડ અને CCE ના ઉમેદવારો માટે કામની વાત, ભરતીને લઈ આવી મોટી અપડેટ

ADVERTISEMENT

GSSSB
GSSSB
social share
google news

GSSSB Forest Guard exam & CCE Result: ગૌણ સેવા પસંદગી મંડળની બે પરીક્ષાઓ ચર્ચામાં છે, જેમાંથી એક ફોરેસ્ટ ગાર્ડની  (Forest Guard Recruitment) ફિઝિકલ પરીક્ષા (Forest Guard Physical Test) ક્યારે લેવામાં આવશે અને બીજી CCE ની પરીક્ષાનું પરિણામ ક્યારે જાહેર કરવામાં આવશે? આ પ્રકારના પ્રશ્નો ઉમેદવારોના મનમાં થઈ રહ્યા છે. તો ફોરેસ્ટ ગાર્ડ અને CCE ની ભરતીના ઉમેદવારો માટે મહત્વના સમાચાર મળી રહ્યા છે. 

ફોરેસ્ટ ગાર્ડની ફિઝિકલ પરીક્ષા ક્યારે યોજાશે?

જો ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા વિશે વાત કરવામાં આવે તો જ્યારથી પરિણામ જાહેર કરવામાં આવ્યું છે ત્યારેથી જ ટે ચર્ચામાં આવી છે અને તેના પરિણામને લઈને ગાંધીનગર ખાતે જોરદાર વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યો હતો. વિરોધ બાદ સરકારે ઉમેદવારોની અમૂક માંગને સ્વીકારીને 7 ના બદલે 25 ગણા ઉમેદવારોને ગ્રાઉન્ડ માટે બોલાવવાનું નક્કી કર્યું હતું, અને આ સિવાય ઉમેદવારોના માર્કસ જાહેર કરવા અંગે પણ નિર્ણય લેવામાં આવ્યો હતો. તો હવે આ પરીક્ષા માટેની ફિઝિકલ ટેસ્ટની વાત કરવામાં આવે તો 10 ઓકટોબર બાદ લેવાય શકે છે. મળતી માહિતી અનુસાર, ગૌણ સેવા દ્વારા 25 ગણા ઉમેદવારોની યાદી વન વિભાગને સોંપવામાં આવી છે અને વન વિભાગ દ્વારા ફિઝિકલ પરીક્ષા માટે જરૂરી ટેન્ડર પ્રક્રિયા પણ શરૂ કરી દીધી છે.  

CCEની પરીક્ષાનું પરિણામ ક્યારે આવશે?

ગૌણ સેવા દ્વારા ગ્રુપ A અને ગ્રુપ B માટેની સંયુક્ત પ્રિલિમ પરીક્ષાઓ 20 મેના રોજ લેવામાં આવી હતી તેના પરિણામ 30 જૂન આસપાસ પ્રકાશિત કરવામાં આવશે, પરંતુ જૂન, જુલાઈ અને ઓગસ્ટ મહિનો પણ પૂર્ણ થવા આવ્યો છે છતાં પરિણામને લઈ કોઈ અપડેટ ન આવી નથી. પરંતુ સૂત્રો દ્વારા મળતી જાણકારી અનુસાર, CCE માં આવેલા ઓબ્જેક્શનનું નિરાકરણ કરવા માટે તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે, લગભગ આવતા અઠવાડિયા સુધીમાં રિવાઈઝડ ફાઈનલ આન્સર કી આવવાની સંભાવના છે અને ત્યારબાદ પરિણામ જાહેર કરવામાં આવશે.

ADVERTISEMENT

મોકૂફ રખાયેલી DySOની પરીક્ષા ક્યારે?

GPSC દ્વારા લેવાનાર નાયબ મામલતદારની મુખ્ય પરીક્ષાને વધુ વરસાદના કારણે સ્થગિત કરવામાં આવી હતી. સૂત્રો દ્વારા મલ્ટી જાણકારી અનુસાર, આગામી સપ્ટેમ્બર માસમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવી શકે છે. આ અંગે સ્કૂલોમાં રજા કે અન્ય કોઈ પરીક્ષાની તારીખ ટકરાય નહીં તે રીતે GPSC પરીક્ષાની તારીખો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવી શકે છે. GPSCના અધિકારીઓના જણાવ્યા મુજબ, મુખ્ય પરીક્ષા માટે કેટલી સ્કૂલની બિલ્ડિંગ મળે છે તે મહત્વનું રહેશે. સાથે જ જો ઓછા દિવસ માટે સ્કૂલની બિલ્ડિંગ મળે તો એક દિવસમાં બે પેપર પણ લેવામાં આવી શકે છે. 

    follow whatsapp

    ADVERTISEMENT