સરકારી નોકરીઃ ધોરણ 10 પાસ ઉમેદવાર માટે આજે છેલ્લી તક, ફટાફટ ભરી દો ફોર્મ; જાણો કેટલો મળશે પગાર

ADVERTISEMENT

India Post GDS Recruitment
સરકારી નોકરી
social share
google news

India Post GDS Recruitment 2024: શું તમે સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છો? તો તમારા માટે સારામાં સારી તક છે. હકીકતમાં ઈન્ડિયા પોસ્ટ દ્વારા ધોરણ 10 પાસ માટે બમ્પર ભરતી બહાર પાડવામાં આવી છે. ગ્રામીણ ડાક સેવકની 44000 જગ્યાઓ માટે અરજી કરવાની આજે છેલ્લી તક છે. જે ઉમેદવારોએ હજુ સુધી ગ્રામીણ ડાક સેવક માટે અરજી કરી નથી, તેઓ ઈન્ડિયા પોસ્ટની સત્તાવાર વેબસાઈટ indiapostgdsonline.gov.in દ્વારા અરજી કરી શકે છે.  તમને જણાવી દઈએ કે અરજી પ્રક્રિયા 15 જુલાઈ, 2024થી શરૂ થઈ હતી, ત્યારબાદ એક વખત તારીખ લંબાવવામાં આવી હતી અને આજે અરજી કરવાની છેલ્લી તારીખ છે. જો તમે અરજીમાં સુધારો કરવા માંગતા હોવ તો તમને જણાવી દઈએ કે, કરેક્શન વિન્ડો 6 ઓગસ્ટના રોજ ખુલશે અને 8 ઓગસ્ટના રોજ બંધ થશે. આ ભરતીમાં સિલેક્શ માટે મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે.  

India Post GDS Vacancy 2024 Qualification: લાયકાત

ગ્રામીણ ડાક સેવકની જગ્યાઓ માટે અરજી કરવા માટે ઉમેદવારે માન્ય બોર્ડમાંથી ધોરણ 10 પાસ કરેલ હોવું જોઈએ. ઉપરાંત, સ્થાનિક ભાષાનું જ્ઞાન હોવું જરૂરી છે. વધુ માહિતી માટે એકવાર સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો.

Post Office GDS Vacancy 2024 Age Limit: વયમર્યાદા

વય મર્યાદા વિશે વાત કરીએ તો GDS પોસ્ટ્સ માટે અરજી કરવાની લઘુત્તમ વય 18 વર્ષ અને મહત્તમ વય 40 વર્ષ હોવી જોઈએ. આ સિવાય અનામત વર્ગના ઉમેદવારોને મહત્તમ વયમાં વિશેષ છૂટ આપવામાં આવશે.

ADVERTISEMENT

Post Office GDS Vacancy 2024: ક્યા-કયા રાજ્યમાં ભરતી બહાર પડી?

આંધ્ર પ્રદેશ, આસામ, બિહાર, છત્તીસગઢ, દિલ્હી, ગુજરાત, હરિયાણા, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, ઝારખંડ, કર્ણાટક, કેરળ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તર પૂર્વ, ઓડિશા, પંજાબ રાજસ્થાન, તમિલનાડુ, તેલંગાણા, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળ સહિત સમગ્ર દેશમાં કુલ 44228 ખાલી જગ્યાઓ માટે ભરતી થવાની છે.


India Post GDS Vacancy 2024 Apply Online: કેવી રીતે અરજી કરી શકાય?

- સૌથી પહેલા indiapostgdsonline.gov.in પર જાઓ.
- હોમપેજ પર જાઓ અને ઈન્ડિયા પોસ્ટ ગ્રામીણ ડાક સેવક (GDS) ભરતી 2024 એપ્લાય ઓનલાઈન લિંક પર ક્લિક કરો.
- હવે અહીં રજિસ્ટ્રેશન કરાવો.
- રજીસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ તમારા રજિસ્ટર્ડ મોબાઈલ પર SMS દ્વારા આવશે.
- હવે અરજી ફોર્મ સંપૂર્ણપણે ભરો.
- નિયત KB માં જરૂરી દસ્તાવેજો સ્કેન કરો અને અપલોડ કરો.
- અરજી ફી ચૂકવો અને સબમિટ પર ક્લિક કરો.
- તમારી અરજી સ્વીકારવામાં આવશે.

ADVERTISEMENT

India Post GDS Vacancy 2024 Date: મહત્વની તારીખ

અરજીની શરૂઆત 15મી જુલાઈ 2024
અરજી કરવાની છેલ્લી તારીખ 5 ઓગસ્ટ 2024
ફી જમા કરાવવાની છેલ્લી તારીખ 5મી ઓગસ્ટ 2024

ADVERTISEMENT

India Post GDS Recruitment: કેટલા ડોક્યુમેન્ટની જરૂર

- આધાર કાર્ડ
- પાન કાર્ડ
- ધોરણ 10ની માર્કશીટ
- જાતિ પ્રમાણપત્ર
- પાસપોર્ટ સાઇઝનો ફોટો
- સહી

India Post GDS Vacancy 2024: ફીની માહિતી

ભારતીય ટપાલ વિભાગની આ પોસ્ટ માટે અરજી કરવા માટે કેટેગરી મુજબ અલગ અલગ ફી નક્કી કરવામાં આવી છે. અહીં અરજી કરવા માટે, જનરલ કેટેગરી અને ઓબીસી કેટેગરીના ઉમેદવારોએ 100 રૂપિયા ફી જમા કરાવવાની રહેશે. જ્યારે SC/ST/PH શ્રેણી માટે કોઈપણ પ્રકારની ફી નથી. ઉમેદવારો ઇ-ચલણ દ્વારા અરજી ફી જમા કરાવી શકશે.

    follow whatsapp

    ADVERTISEMENT