Samras Hostel Admission 2024: સમરસ હોસ્ટેલમાં એડમિશન શરૂ, વિદ્યાર્થીઓને ફ્રી રહેવા-જમવાની સુવિધા
Samras Hostel Admission 2024: બહાર ગામથી શહેરમાં કોલેજ અને ઉચ્ચ અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓને મફતમાં રહેવાની સુવિધા આપતી સમરસ હોસ્ટેલમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.
ADVERTISEMENT
Samras Hostel Admission 2024: બહાર ગામથી શહેરમાં કોલેજ અને ઉચ્ચ અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓને મફતમાં રહેવાની સુવિધા આપતી સમરસ હોસ્ટેલમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. રાજ્યભરના જુદા જુદા 11 શહેરોમાં સમરસ હોસ્ટેલ આવેલી છે, આ માટે પ્રવેશ ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે અને 20મી જૂન સુધી વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકશે. જે બાદ મેરિટના આધારે પ્રવેશ આપવામાં આવશે.
કોલેજના સ્નાતક, અનુસ્નાતક અને અન્ય ઉચ્ચ અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ તથા આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓને વર્ષ 2024-25ના શૈક્ષણિક વર્ષ માટે https://samras.gujarat.gov.in/ વેબસાઈટ પર જઈને 20 જૂન સુધીમાં રાત્રે 11.59 મિનિટ સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે.
સમરસ હોસ્ટલમાં પ્રવેશ માટે કયા કયા દસ્તાવેજો જોઈશે?
- શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
- વિદ્યાર્થીનું જાતિનું પ્રમાણપત્ર
- આવકનો દાખલો
- વિદ્યાર્થીની છેલ્લી માર્કશીટ
- પાસપોર્ટ સાઈઝનો ફોટો
સમરસ હોસ્ટેલમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓને મેરિટના આધારે પ્રવેશ આપવામાં આવશે. અરજી કરનાર વિદ્યાર્થીને ઓછામાં ઓછા 50 ટકા માર્ક્સ મેળવેલા હોવા જોઈએ. અગાઉ સમરસ છાત્રાલયમાં પ્રવેશ લીધો હોય તેવા રીન્યુઅલ વિદ્યાર્થીઓએ પણ ફરજિયાત ઓનલાઈન અરજી કરવાની રહેશે. ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ ઈ-ગ્રામ દ્વારા પણ અરજી કરી શકશે.
ADVERTISEMENT
છાત્રાલયમાં પ્રવેશ અંગેની વધુ વિગતો અને શરતો માટેનું સંપૂર્ણ નોટિફિકેશન અહીં વાંચો
કયા કયા જિલ્લામાં સમરસ હોસ્ટેલ?
- અમદાવાદ
- આણંદ
- ભાવનગર
- ભુજ
- હિંમતનગર
- જામનગર
- પાટણ
- રાજકોટ
- સુરત
- વડોદરા
- ગાંધીનગર
ADVERTISEMENT