ગુજરાત પોલીસમાં નોકરીની વધુ એક તક, જન્માષ્ટમીથી PSI-LRDના ફરીથી ફોર્મ ભરવાના શ્રીગણેશ

ADVERTISEMENT

Police Recruitment
Police Recruitment
social share
google news

Police Recruitment: પોલીસમાં નોકરીનું સપનું જોતા ઉમેદવારો માટે પોલીસ સબ ઈન્સ્પેક્ટર અને લોકરક્ષક કેડરની ભરતી ગત માર્ચ મહિનામાં બહાર પાડવામાં આવી હતી. 12 હજારથી પણ વધુ જગ્યાઓ પરની ભરતી માટે ફોર્મ ભરવાની વિન્ડો ફરી એકવાર ખોલવામાં આવી છે. જે મુજબ ઉમેદવારે આજે 26 ઓગસ્ટથી 9 સપ્ટેમ્બર સુધી ઓનલાઈન Ojas વેબસાઈટ પરથી ફોર્મ ભરી શકશે.

ખાસ વાત એ રહેશે કે, નવી વિન્ડોમાં PSI અને LRDની ભરતી માટે અરજી કરનારા ઉમેદવારોને પ્રમાણપત્રની તારીખ વીતી ન ગઈ હોય તેનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે. નહીંતર તેમનું ફોર્મ રદ થઈ શકે છે. 26 ઓગસ્ટથી 9 સપ્ટેમ્બર સુધીમાં ફોર્મ ભરનાર ઉમેદવારના શૈક્ષણિક લાયકાત, અનામતને લગતા પ્રમાણપત્રો તથા NCC "C" પ્રમાણપત્ર, રમતગમતનું પ્રમાણપત્ર 9 સપ્ટેમ્બર સુધીમાં ઈશ્યૂ થયેલા હોવા જોઈએ. એવામાં 30 એપ્રિલ સુધીમાં પ્રમાણપત્રો ન હોવાના કારણે ફોર્મ ન ભરી શકાનારા ઉમેદવારો હવે 9 સપ્ટેમ્બર પહેલા મેળવેલા પ્રમાણપત્ર સાથે ફોર્મ ભરી શકે છે.

ફોર્મ ભરવા માટે કેટલી ફી?

જનરલ કેટેગરીના ઉમેદવારે PSI ભરતી કેડર માટ રૂ.100, લોકરક્ષક કેડર માટે રૂ.100ની ફી રાખવામાં આવી છે. બંને ફોર્મ ભરવા માંગતા ઉમેદવારે રૂ.200 ફી ભરવાની રહેશે. જ્યારે SC, ST, તથા EWS કેટેગરી સહિતના ઉમેદવારોએ કોઈ ફી ભરવાની રહેશે નહીં. આ ફી માત્ર ઓનલાઈન ભરી શકાશે. ઓનલાઈન ફી ભરવાની છેલ્લી તારીખ 13 સપ્ટેમ્બર રાત્રે 23.59 કલાક સુધીની રહેશે.

ADVERTISEMENT

ઉમેદવારોની ફિઝિકલ અને લેખિત પરીક્ષા 

ભરતી માટે PSI કક્ષાના ઉમેદવારોની શારીરિક ટેસ્ટ અને મુખ્ય લેખિત પરીક્ષા લેવામાં આવશે. PSI માટે ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષાના પેપર પૂછાશે. જ્યારે લોકરક્ષકની ભરતીમાં શારીરિક કસોટીની સાથે MCQની ટેસ્ટ પણ લેવામાં આવશે.  ઉમેદવારો માટે ટોલ ફ્રી નંબર 1800 233 5500 પણ જાહેર કરાયો છે, જેના પર રિવાર સિવાય સવારે 10.30થી 6 સુધી પૂછપરછ કરી શકાશે.

નવા નિયમ સાથે યોજાશે પરીક્ષા

આ વખતે પોલીસ ભરતી નવા નિયમો સાથે થશે. જે પ્રમાણે શારીરિક કસોટીમાં ઉમેદવારોના વજનને ધ્યાનમાં લેવામાં આવશે નહીં, તે સિવાય શારીરિક કસોટી હવે ફક્ત ક્વોલિફાઈંગ રહેશે એના કોઈ ગુણ આપશે નહીં અને  શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા તમામ ઉમેદવારો ત્યારબાદની OBJECTIVE MCQ TESTમાં ભાગ લઈ શકશે.MCQ ટેસ્ટને બદલે 200 માર્ક્સનું એક જ પેપર લેવાશે.

ADVERTISEMENT

શારીરિક કસોટી બાદ અગાઉ ઉમેદવારોને બે કલાકની 100 ગુણની MCQ TEST આપવાની રહેતી હતી. પરંતુ હવે 200 ગુણનું 3 કલાકનું OBJECTIVE MCQ TESTનું એક જ પેપર લેવામાં આવશે. આ પેપર ભાગ-A અને ભાગ-B એમ 2 ભાગમાં રહેશે અને દરેક ભાગમાં પાસ થવા માટે ઓછામાં ઓછા 40 ટકા ગુણ ફરજિયાત લાવાના રહેશે. જૂના પરીક્ષા નિયમોના વિષયો પૈકી સાઇકોલોજી, સોશિયોલોજી, આઈ.પી.સી., સી.આર.પી.સી., એવિડન્સ એક્ટ જેવા વિષયોને હવે રદ્દ કરવામાં આવ્યા છે.

ADVERTISEMENT

ક્યા પદ પર કેટલી ભરતી થશે?

ગુજરાત પોલીસ ભરતી વિભાગમાં  12472 પદો પર ભરતી કરવામં આવશે. જેમાં બિન હથિયારધારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરમાં 316 પુરુષ અને 156 મહિલા કર્મચારીની ભરતી કરવામાં આવશે. તો બિન હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલમાં 4422 પુરુષ અને 2187 મહિલા ઉમેદવારની ભરતી કરાશે. હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલ (એસઆરપીએફ) પદ માટે 1000 પુરુષ ઉમેદવાર પાસેથી અરજી મંગાવી છે. જેલ સિપાઇમાં 1013 પુરુષ અને 85 મહિલા કર્મીની ભરતી થશે.

    follow whatsapp

    ADVERTISEMENT