NEET UG 2024 Result : નીટ યુજીના સેન્ટર અને સિટીવાઈઝ રિઝલ્ટ જાહેર, આ રીતે ચેક કરો
NEET UG 2024 Results Declared: NEET UG વિવાદ પર સુપ્રીમ કોર્ટના આદેશ બાદ નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ NEET વિદ્યાર્થીઓના સેન્ટર અને સિટી વાઈઝ રિઝલ્ટ ઓનલાઈન અપલોડ કર્યા છે.
ADVERTISEMENT
NEET UG 2024 Results Declared: NEET UG વિવાદ પર સુપ્રીમ કોર્ટના આદેશ બાદ નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ NEET વિદ્યાર્થીઓના સેન્ટર અને સિટી વાઈઝ રિઝલ્ટ ઓનલાઈન અપલોડ કર્યા છે. 5 મેના રોજ યોજાયેલી NEET UG એક્ઝામના સિટી અને સેન્ટરવાઈઝ પરિણામ સત્તાવાર વેબસાઈટ https://exams.nta.ac.in/NEET/ પર અપલોડ કરાયા છે. તેને ચેક કરવા માટે વેબસાઈટના હોમપેજ પર 'NEET (UG) RESULT 2024 CITY/CENTRE WISE' પર ક્લિક કરવું પડશે. પરિણામ અપલોડ કરવા માટે સુપ્રીમ કોર્ટે શનિવારે 12 વાગ્યા સુધીની ડેડલાઈન આપી હતી.
સીરીયલ નંબર અને માર્ક્સ જાહેર
કેન્દ્ર-શહેર મુજબ જાહેર કરાયેલા NEET પરિણામોમાં વિદ્યાર્થીઓની ગોપનીયતાનું ધ્યાન રાખવામાં આવ્યું છે. NTAએ વિદ્યાર્થીઓના નામ, માતા-પિતાના નામ, સરનામા વગેરે જેવી પર્સનલ માહિતી શેર કરી નથી. વિદ્યાર્થીઓના પેપરના માત્ર સીરીયલ નંબર અને માર્કસ જ જાહેર કરવામાં આવ્યા છે.
સુપ્રીમ કોર્ટે આપી હતી સૂચના
ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની ખંડપીઠે સ્પષ્ટ કર્યું હતું કે આ પરિણામમાં વિદ્યાર્થીઓની ગોપનીયતાનું ધ્યાન રાખવું જોઈએ. કોઈપણ વિદ્યાર્થીની ઓળખ છતી કર્યા વિના શહેર-કેન્દ્ર મુજબ પરિણામ જાહેર કરવા સૂચનાઓ આપવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટમાં NEET વિવાદ કેસની આગામી સુનાવણી 22 જુલાઈએ થવાની છે.
ADVERTISEMENT
આ રીતે ચેક કરો માર્ક્સ
- સૌ પ્રથમ NEET UG ની સત્તાવાર વેબસાઇટ પર જાઓ.
- હોમપેજ પર 'NEET (UG) Result 2024 City/Centre Wise' લિંક પર ક્લિક કરો
- અહીં તમારું શહેર અને સેન્ટર દાખલ કરો, જ્યાં તમે NEET UG 2024 ની પરીક્ષા આપી હતી.
- સ્ક્રીન પર PGF ખુલશે, કેન્દ્રનું કોડ-નામ, વિદ્યાર્થીઓનો સીરીયલ નંબર અને ગુણ તપાસો.
- PDF ડાઉનલોડ કરો અને પ્રિન્ટઆઉટ લો.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT