હવે NEET થશે 'ક્લીન': વિરોધ વચ્ચે શિક્ષણ મંત્રી આકરાપાણીએ, હાઈલેવલ કમિટીની રચના

ADVERTISEMENT

 NEET Paper Leak Case
NEETના વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર
social share
google news

NEET Paper Leak Case : દેશમાં પેપર લીકનો મુદ્દો ચર્ચામાં છે. એક મહિનામાં NTA ચાર વખત ફેલ થઈ ગઈ. આવી સ્થિતિમાં હવે યુવાઓનું ભવિષ્ય લટકી ગયું છે. આ મામલે શિક્ષા મંત્રાલય પણ એક્શન મોડમાં આવી ગયું છે. નીટ પેપર લીક (NEET Paper Leak) મામલે ધર્મેન્દ્ર પ્રધાને શનિવારે એક હાઈલેવલ કમિટીની રચના કરી છે, જે 2 મહિનામાં તપાસ કરીને રિપોર્ટ મંત્રાલયને સોંપશે. 

2 મહિનામાં રિપોર્ટ મંત્રાલયને સુપરત કરશે

શિક્ષણ મંત્રાલયે પરીક્ષાઓનું પારદર્શી, સરળ અને નિષ્પક્ષ સંચાલન સુનિશ્ચિત કરવા માટે એક્સપર્ટ્સની એક હાઈલેવલ કમિટી બનાવી છે. કમિટી પરીક્ષા પ્રક્રિયા અને ડેટા સુરક્ષા પ્રોટોકોલમાં સુધારો, NTAની રચના અને કાર્યપદ્ધતિ અંગે ભલામણો કરશે. આ કમિટી 2 મહિનામાં પોતાનો રિપોર્ટ મંત્રાલયને સુપરત કરશે.

7 સભ્યોની બની કમિટી

ઈસરોના પૂર્વ અધ્યક્ષ ડૉ. કે. રાધાકૃષ્ણનની અધ્યક્ષતામાં હાઈ લેવલ કમિટી તપાસ કરશે. તેમને આ કમિટીના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ કમિટીમાં દિલ્હી AIIMSના પૂર્વ ડિરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયા, હૈદરાબાદ સેન્ટ્રલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રો. બી.જે.રાવ, આઈઆઈટી મદ્રાસના પ્રો. રામમૂર્તિ કે, આઈઆઈટી દિલ્હીના પ્રો.આદિત્ય મિત્તલ, કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયના સંયુક્ત સચિવ ગોવિંદ જયસ્વાલ, કર્મયોગી ભારતના સહ-સ્થાપક પંકજ બંસલનો સમાવેશ થાય છે.

ADVERTISEMENT


EOU એ શિક્ષા મંત્રાલયને સોંપ્યો તપાસ રિપોર્ટ

આ વચ્ચે બિહારના ઈકોનોમિક ઓફેન્સ યુનિટ (EOU)એ NEET પેપર લીક સંબંધિત તપાસ રિપોર્ટ શિક્ષણ મંત્રાલયને સુપરત કર્યો. આ રિપોર્ટમાં પુરાવાની સાથે આરોપીઓના નિવેદન પણ નોંધવામાં આવ્યા છે. હવે EOUના તપાસ રિપોર્ટના આધારે કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય આગળનો નિર્ણય લેશે.

એક મહિનામાં 4 મોટી પરીક્ષા થઈ રદ્દ

એક મહિનાની અંદર 4 મુખ્ય પરીક્ષાઓ કાં તો મુલતવી રાખવામાં આવી અથવા રદ કરવામાં આવી. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ 21 જૂને CSIR UGC NETની પરીક્ષા સ્થગિત કરવામાં આવી છે. આ પરીક્ષા 25થી 27 જૂન દરમિયાન યોજાવાની હતી. અગાઉ 19 જૂને યુજીસી નેટની પરીક્ષામાં ગેરરીતિઓ જણાતાં રદ કરવામાં આવી હતી. અગાઉ, NEET પરીક્ષા પેપર લીક અને NCET 2024 પરીક્ષા રદ કરવાનો મામલો સામે આવ્યો હતો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT