UPSC Exam: NEET વિવાદ વચ્ચે UPSC નો મોટો નિર્ણય, ઉમેદવારો માટે બનાવ્યો માસ્ટરપ્લાન
જો તમે સિવિલ સર્વિસની તૈયારી કરી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે. NEET અને NET વિવાદ વચ્ચે UPSC એ મોટો નિર્ણય લીધો છે.
ADVERTISEMENT
UPSC plans to implement facial recognition and AI-based CCTV Surveillance: જો તમે સિવિલ સર્વિસની તૈયારી કરી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે. NEET અને NET વિવાદ વચ્ચે UPSC એ મોટો નિર્ણય લીધો છે. UPSC એ નિર્ણય લીધો છે કે તે પરીક્ષાઓ દરમિયાન ગરબડ અને પેપરલીકની ઘટનાને અટકાવવા તેમજ ચહેરાની ઓળખ કરવા માટે AI આધારિત CCTV સર્વેલન્સ સિસ્ટમનો ઉપયોગ કરશે.
UPSC નો માસ્ટરપ્લાન
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) એ તાજેતરમાં પરીક્ષા પ્રક્રિયા દરમિયાન ઉપયોગમાં લેવાતા બે ટેક સોલ્યુશન્સ માટે બિડ મંગવવામાં આવી છે, આધાર કાર્ડ આધારિત ફિંગરપ્રિન્ટ પ્રમાણીકરણ, ઉમેદવારોની ચહેરાની ઓળખ અને કાર્ડનું QR કોડ સ્કેનિંગ અને AI-આધારિત CCTV સર્વેલન્સ સેવા વિકસાવામાં આવશે.
BIG News: સરકારી નોકરીની તૈયારી કરતાં ઉમેદવારો માટે સારા સમાચાર! GSSSB એ નવી ભરતીની કરી જાહેરાત
કમિશન 14 પરીક્ષાઓનું આયોજન કરે છે
UPSC એક બંધારણીય સંસ્થા છે, જે દેશમાં 14 મોટી પરીક્ષાઓનું આયોજન કરે છે, જેમાં IAS, IFS અને IPS અધિકારીઓની પસંદગી માટે સિવિલ સર્વિસ પરીક્ષા પણ સામેલ છે. આ ઉપરાંત, UPSC કેન્દ્ર સરકારની ગ્રુપ 'A' અને ગ્રુપ 'B' પોસ્ટ પર ભરતી માટે દર વર્ષે ઘણી ભરતી પરીક્ષાઓ અને ઇન્ટરવ્યુ પણ લે છે. UPSC એ જણાવ્યું હતું કે, આ પગલાનો હેતુ પરીક્ષા પ્રક્રિયાને મજબૂત બનાવવા અને ઉમેદવારો દ્વારા ગેરવર્તણૂકની શક્યતાને દૂર કરવાનો છે. UPSC એ કહ્યું છે કે તે આ ડેટાનો ઉપયોગ માત્ર આધાર-આધારિત ફિંગરપ્રિન્ટ ઓથેન્ટિકેશન અને પરીક્ષા દરમિયાન ઉમેદવારોના ચહેરાની ઓળખ માટે કરશે.
ADVERTISEMENT
સરકારી નોકરીની તક! SSC માં આવી મોટી ભરતી, જાણો અરજીથી પગાર સુધીની તમામ માહિતી
પેપરલીક ન થઈ તે માટે કમિશન સજ્જ
કમિશને વધુમાં જણાવ્યું હતું કે ચહેરાની ઓળખ માટે, બે ફોટોગ્રાફ્સ મેચ કરવામાં આવશે, એક ઓનલાઈન નોંધણી દરમિયાન આપવામાં આવશે અને બીજો પરીક્ષાના દિવસે લેવામાં આવશે. UPSC એ કહ્યું કે તેણે સમગ્ર દેશમાં વિવિધ કેન્દ્રો/સ્થળો પર કમિશન દ્વારા આયોજિત પરીક્ષાઓમાં તૈનાત ઉમેદવારો અને અન્ય કર્મચારીઓની વિવિધ પ્રવૃત્તિઓ પર દેખરેખ રાખવા માટે રેકોર્ડિંગ અને લાઇવ ટેલિકાસ્ટ સિસ્ટમ સાથે CCTV/વિડિયો સર્વેલન્સનો અમલ કરવાનો નિર્ણય લીધો છે.
ADVERTISEMENT