હાય રે બેરોજગારી! 1800 જગ્યાઓ માટે ઉમટ્યા 25000થી વધુ ઉમેદવાર, દોડાદોડી થતાં બોલાવવી પડી પોલીસ
નવયુવકોના ખભા પર ભારતનું ભવિષ્ય હોવાની વાત કરીને રાજનેતાઓ સત્તા મેળવી રહ્યા છે ત્યાં નવયુવકની મૂળ તસવીર ખૂબ અલગ છે. ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર સહિત ઘણાં મોટાં રાજ્યોમાં યુવાનો ઘણી મોટી ડીગ્રી લે તો પણ કોઈ યોગ્ય નોકરી મેળવવા માટે ખૂબ સંઘર્ષ કરવો પડતો હોય છે. દે
ADVERTISEMENT
Air India Video : નવયુવકોના ખભા પર ભારતનું ભવિષ્ય હોવાની વાત કરીને રાજનેતાઓ સત્તા મેળવી રહ્યા છે ત્યાં નવયુવકની મૂળ તસવીર ખૂબ અલગ છે. ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર સહિત ઘણાં મોટાં રાજ્યોમાં યુવાનો ઘણી મોટી ડીગ્રી લે તો પણ કોઈ યોગ્ય નોકરી મેળવવા માટે ખૂબ સંઘર્ષ કરવો પડતો હોય છે. દેશમાં બેરોજગારીએ માજા મુકી હોવા તેવા દ્રશ્યો સતત સામે આવી રહ્યા છે, થોડા દિવસ અગાઉ ભરૂચમાં માત્ર 10 ખાલી જગ્યા પર ઈન્ટરવ્યું આપવા માટે હજારો યુવાઓ દોડી આવ્યા હતા. જેના વીડિયો સામે આવ્યા બાદ વિપક્ષ દ્વારા સત્તાધારી પક્ષ સામે આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા.
કંપનીએ બહાર પાડી 1802ની ભરતી
હવે આવો જ બનાવ મુંબઈમાં પણ સર્જાયો છે. વાસ્તવમાં મુંબઈ (Mumbai)ના કલિનામાં એર ઈન્ડિયા કંપની (Air India Job)માં વોક-ઈન ઈન્ટરવ્યુંનું આયોજન કરવામાં આવ્યું હતું. 1802 ખાલી જગ્યાઓ પર ભરતી માટે ઈન્ટરવ્યું આપવા હજારોની સંખ્યામાં યુવાઓ પહોંચ્યા હતા. એર ઈન્ડિયામાં નોકરી મેળવવા માટે ઓછામાં ઓછા 25 હજાર યુવાઓની ભીડ જામી હતી. આ દરમિયાન એક કિલોમીટર લાંબી લાઈન હતી. જેના કારણે પોલીસ બોલાવવી પડી હતી. આ બેરોજગારી દર્શાવે છે.
अमृत काल 🔥🔥🔥
— Arvind Dhasmana : AAP (@Dhasmana66) July 17, 2024
ये साहेब का युवा भारत है। भटकता युवा क्या करे?
एयर इंडिया एयरपोर्ट सर्विसेस में इंटरव्यू के लिए मुंबई में जुटी बेरोजगारों की भारी भीड़
यदि ये बेरोजगार अपने मत का सही इस्तेमाल किए होते तो इन्हे ये दिन नहीं देखने होते।#airindia pic.twitter.com/OTYUEGD6V4
50 હજાર યુવાઓ દોડી આવ્યા!
તો એવિએશન ઈન્ડસ્ટ્રી એમ્પ્લોઈઝ ગિલ્ડ (AIEG)એ જણાવ્યું કે 50 હજાર જેટલા યુવાઓ ઈન્ટરવ્યું માટે પહોંચ્યા હતા. જ્યારે કંપનીએ તેમની સંખ્યા લગભગ 25 હજાર હોવાનું જણાવ્યું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે માત્ર 1802 ખાલી જગ્યા માટે ઈન્ટવ્યુંનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, ઈન્ટરવ્યુ માટે મોટી સંખ્યામાં યુવાઓ આવ્યા હતા. આ દરમિયાન સ્થળ પર ભાગદોડ જેવી સ્થિતિ સર્જાઈ હતી. કંપનીએ મદદનીશ (Handyman) અને યુટિલિટી એજન્ટની પોસ્ટ માટે વોક-ઈન ઈન્ટરવ્યુ હાથ ધર્યા હતા. સ્થળ પર હજારોની ભીડ કાબુ બહાર જતી રહી હતી. આ પછી દરેકને તેમના સીવી સબમિટ કરીને ત્યાંથી જવા માટે કહેવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
15000 ફોર્મ સબમિટ કરાયા
એર ઈન્ડિયા એરપોર્ટ સર્વિસ લિમિટેડના સીઈઓ રામબાબુ ચિંતલાચેરુવુએ જણાવ્યું હતું કે, લગભગ 15,000 લોકો અરજી ફોર્મ સબમિટ કરવા આવ્યા હતા. થોડા દિવસો પહેલા ગુજરાતના ભરૂચમાંથી પણ આવો જ એક વીડિયો વાઇરલ થયો હતો. એક હોટલમાં નોકરીનો ઈન્ટરવ્યુ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં અરજદારો દોડી આવ્યા હતા.
ADVERTISEMENT