Gujarat police bharti 2024: લોકરક્ષક અને PSI ભરતી મામલે મોટી અપડેટ, જાણો બીજી વખત ક્યારે ખુલશે પોર્ટલ
Gujarat police bharti 2024: પોલીસ ભરતી મામલે અગત્યના સમાચાર મળી રહ્યા છે. PSI તથા લોકરક્ષકની ભરતીમાં અરજી માટે બીજી વખત પોર્ટલ આગામી તારીખ 26 ઓગસ્ટથી 9 સપ્ટેમ્બર સુધી ખુલશે.
ADVERTISEMENT
Gujarat police bharti 2024: પોલીસ ભરતી મામલે અગત્યના સમાચાર મળી રહ્યા છે. PSI તથા લોકરક્ષકની ભરતીમાં અરજી માટે બીજી વખત પોર્ટલ આગામી તારીખ 26 ઓગસ્ટથી 9 સપ્ટેમ્બર સુધી ખુલશે. જે લોકો ધોરણ 12 પાસ કર્યું છે અને ચાલુ વર્ષે સ્નાતક થઈ ગયા છે તેમના માટે આ પોર્ટલ ફરી ખોલવામાં આવશે. આ અંગે પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષે મોટી અપડેટ આપી છે. સાથે જ પોલીસ ભરતીની પરીક્ષા અંગે પણ જાણકારી આપતા જણાવ્યું છે કે, ચોમાસા પછી શારીરિક પરિક્ષા લેવામાં આવશે.
પરીક્ષા કેવી રીતે લેવામાં આવશે?
એવામાં આ પરીક્ષા નવી CBRT પરીક્ષા પદ્ધતિથી લેવામાં આવશે કે OMR લેખિત પરીક્ષા પદ્ધતિ દ્વારા તે અંગે પણ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે સ્પષ્ટતા આપી છે. ઉમેદવારોની મૂંઝવણ દૂર કરવા માટે જણાવ્યું કે, આ પરીક્ષા નવી CBRT પરીક્ષા પદ્ધતિથી નહીં પરંતુ OMR લેખિત પરીક્ષા પદ્ધતિ દ્વારા જ લેવાશે.
ધો.12 માં પાસ થયેલા ઉમેદવાર માટે સુવર્ણ તક
ગુજરાત માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 9 મે ના રોજ લેવાયેલ ધો. 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ તેમજ ગુજકેટનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું એટલે નોંધનીય છે કે, પરિણામ જાહેર થયા બાદ હવે જે લોકો પોલીસમાં નોકરી કરવા માંગે છે એ લોકો પણ અરજી કરી શકશે. જેમાં ખાસ કરી કોલેજના અંતિમ વર્ષ અને ધો.12ના ઉત્તીર્ણ ઉમેદવાર અરજી કરવા માટેની મોટી તક આપવામાં આવી છે.
ADVERTISEMENT
કેટલા પદ પર થવાની છે ભરતી
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા કોન્સ્ટેબલ અને સબ ઈન્સ્પેક્ટર સહિત કુલ 12472 પદો પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જેની સંભવિત શારીરિક કસોટી ડિસેમ્બર-જાન્યુઆરીમાં લેવાય શકે છે.
(ઇનપુટ: દુર્ગેશ મહેતા, ગાંધીનગર)
ADVERTISEMENT
ADVERTISEMENT