JNVST 2025: નવોદય વિદ્યાલયમાં એડમિશન શરૂ, ધો.12 સુધી અભ્યાસથી લઈને રહેવા-જમવાનું બધુ જ ફ્રી; જાણો સંપૂર્ણ પ્રક્રિયા

Gujarat Tak

ADVERTISEMENT

JNVST 2025
JNVST 2025
social share
google news

NVS Class 6 Admission 2024-25 Registration: નવોદય વિદ્યાલય સમિતિ દ્વારા ધોરણ 6 માં પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. નવોદય વિદ્યાલય વર્ગ 6 પ્રોસ્પેક્ટસ 2024-25 NVS સત્તાવાર વેબસાઇટ navodaya.gov.in પર જાહેર કરવામાં આવી છે. જો તમારુ અથવા તમારા સંબંધીનુ બાળક ધોરણ 5 મા ભણે છે તો ધોરણ 6 મા એડમીશન માટેના ફોર્મ હાલ શરૂ થઈ ગયા છે. આ પરીક્ષામા વિદ્યાર્થી જો સીલેકટ થશે તો ધોરણ 12 સુધી નવોદય વિદ્યાલયમા અભ્યાસ,રહેવા,જમવાની ફ્રી સગવડ મળશે. જે વિદ્યાર્થી ધોરણ 5 મા ભણે છે તે આ ફોર્મ ભરી શકે છે. તમારા બાળકની ઉજ્જવળ કારકિર્દી માટેની આ મોટી તક છે.

પોલીસ ભરતીને લઈ હસમુખ પટેલે આપી મોટી અપડેટ, જાણો ક્યારે યોજાશે શારીરિક-લેખિત કસોટી

એડમિશન માટેની સંપૂર્ણ શેડ્યૂલ પ્રક્રિયા

અરજી પ્રક્રિયા તારીખ
શરૂઆત 16 જુલાઈ 2024
છેલ્લી તારીખ 16 સપ્ટેમ્બર 2024 
એડમિટ કાર્ડ 1 નવેમ્બર 2024 (અંદાજિત)
ફેઝ 1ની પરીક્ષા નવેમ્બર 2024 (અંદાજિત)
એડમિટ કાર્ડ 2 ડિસેમ્બર 2024 
ફેઝ 2ની પરીક્ષા  18 જાન્યુઆરી 2025 
પરિણામ ફેબ્રુઆરી 2025 (અંદાજિત)

Navodaya Vidyalaya Application Form: કેવી રીતે અરજી કરવી?

  • નવોદય વિદ્યાલય સમિતિની વેબસાઈટ navodaya.gov.in ની મુલાકાત લો.
  • હોમ પેજની ટોચ પર, તમને જવાહર નવોદય વિદ્યાલય પસંદગી કસોટી 2025 અરજી ફોર્મ માટેની લિંક મળશે, તેના પર ક્લિક કરો.
  • NVS એડમિશન પેજ ખુલશે, NVS વર્ગ 6 નોંધણી લિંક અહીં ક્લિક કરો.
  • જરૂરી વિગતો ભરીને નોંધણી કરો. હવે લૉગિન વિગતો સાથે લૉગિન કરો અને ઑનલાઇન અરજી ફોર્મ ભરવાનું શરૂ કરો.
  • જરૂરી દસ્તાવેજો અપલોડ કરો
  • ફી જમા કરાવો, સબમિટ કરેલા ફોર્મની પ્રિન્ટ લો.

જુઓ સંપૂર્ણ નોટિફિકેશન: View PDF

આ પણ વાંચો

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT