IOCL Recruitment 2024: ઈન્ડિયન ઓઈલમાં નોન-એક્ઝિક્યુટિવ પદો પર ભરતી, 1 લાખ સુધી મળશે પગાર

Gujarat Tak

ADVERTISEMENT

Indian Oil
Indian Oil
social share
google news

IOCL Recruitment 2024: સરકારી નોકરી શોધી રહેલા યુવાઓ માટે મહત્વપૂર્ણ ખબર છે. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડમાં નોન-એક્ઝિક્યુટિવ અંતર્ગત જુદા જુદા પદો પર ભરતી નીકળી છે. આ ભરતી માટે અરજી પ્રક્રિયા 22 જુલાઈથી શરૂ થઈ ગઈ છે અને અંતિમ તારીખ 21 ઓગસ્ટ 2024 સુધીની છે. આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવાર ઓનલાઈન માધ્યમથી IOCLની ઓફિશિયલ વેબસાઈટ iocl.com પર જઈને એપ્લિકેશન ફોર્મ ભરી શકે છે.

આ ભરતીમાં અરજી માટે ઉમેદવારે પદ મુજબ 10મા ધોરણ સાથે સબ ઓફિસર કોર્સ/ સંબંધિત ક્ષેત્ર-ટ્રેડમાં ITI સર્ટિફિકેટ/ ડિપ્લોમા/ સંબંધિત ક્ષેત્રમાં ગ્રેજ્યુએશન ડિગ્રી/ એન્જિનિયરિંગ ડિપ્લોમા વગેરે કરેલું હોવું જોઈએ. આ સાથે ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 26 વર્ષ હોવી જોઈએ. ઉંમર મર્યાદામાં છૂટ નિયમમુજબ પ્રદાન કરવામાં આવશે. ઉંમરની ગણતરી 31 જુલાઈ 2024ને ધ્યાનમાં રાખીને કરાશે.

કેવી રીતે કરવી અરજી?

  • આ ભરતીમાં અરજી કરવા માટે તમારે સૌથી પહેલા ઓફિશિયલ વેબસાઈટ પર જવાનું રહેશે.
  • વેબસાઈટ પર લેટેસ્ટ જોબ ઓપનિંગ્સમાં જઈને ભરતી સંબંધિત Click here to Apply Online લિંક પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે તામરે પહેલા To Register લિંક પર ક્લિક કરીને રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
  • આ બાદ Already Registered? To Login પર ક્લિક કરીને અન્ય વિગતો ભરીને અરજી પ્રક્રિયા પૂર્ણ કરવાની છે.
  • અંતમાં ઉમેદવાર ફી ભરીને ફોર્મ સબમિટ કરવાનું રહેશે.

અરજી કરવા માટે અહીં ક્લિક કરો

આ પણ વાંચો

ADVERTISEMENT

ભરતીનું નોટિફિકેશન વાંચવા અહીં ક્લિક કરો

અપ્લિકેશન માટે ફી

આ ભરતીમાં સામેલ થવા માટે માત્ર જનરલ, ઓબીસી અને EWS વર્ગના ઉમેદવારોએ 300 રૂપિયાની ફી ભરવાની રહેશે. SC, ST તથા PH વર્ગના ઉમેદવારો નિઃશુલ્ક અરજી કરી શકે છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT