પરીક્ષા વગર જ Indian Army માં ઓફિસર બનવાની તક, આ લાયકાત હશે તો મળશે 85 હજાર પગાર!

ADVERTISEMENT

Indian Army
Indian Army
social share
google news

Indian Army AFMS Recruitment 2024: ભારતીય સેનામાં ઓફિસર બનવા માંગતા ઉમેદવારો માટે આ એક સારી તક છે. આર્મીએ આર્મ્ડ ફોર્સિસ મેડિકલ સર્વિસીસ (AFMS) હેઠળ 450 શોર્ટ સર્વિસ કમિશન મેડિકલ ઓફિસર (SSC-MO) પોસ્ટ માટે ખાલી જગ્યાઓની જાહેરાત કરી છે. જો તમે પણ આ પોસ્ટ માટે લાયકાત ધરાવો છો અને અરજી કરવા માંગો છો તો ભારતીય સેનાની અધિકૃત વેબસાઇટ amcscentry.gov.in દ્વારા ઑનલાઇન અરજી કરી શકો છો. આ જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા 16 જુલાઈથી શરૂ થશે. 

અરજીનો સમયગાળો

ભારતીય સેનામાં ભરતી થવા ઇચ્છતા તમામ ઉમેદવારો ખાસ નોંધી લેજો કે અરજી પ્રક્રિયાનો સમયગાળો 16 જુલાઈથી 4 ઓગસ્ટ સુધીનો છે, કૂલ 450 જગ્યાઓ માટે આ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. 

જુઓ સંપૂર્ણ નોટિફિકેશન: View PDF

ADVERTISEMENT

ભારતીય સેનામાં ભરતી

મેડિકલ ઓફિસર (MO) ની કુલ જગ્યાઓની સંખ્યા – 450
પુરૂષ ઉમેદવારોની સંખ્યા - 338
મહિલા ઉમેદવારોની સંખ્યા - 112

આ પોસ્ટ માટે લાયકાત શું છે?

ભારતીય સેનાના આર્મ્ડ ફોર્સિસ મેડિકલ સર્વિસીસ (AFMS)માં શોર્ટ સર્વિસ કમિશન હેઠળ મેડિકલ ઓફિસર (MO) ની જગ્યાઓ માટે અરજી કરનારા ઉમેદવારો પાસે કોઈપણ માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી MBBS અથવા PG ડિગ્રી હોવી આવશ્યક છે.

ADVERTISEMENT

અરજી કરવા માટે વય મર્યાદા કેટલી?

ભારતીય સૈન્યની આ જગ્યાઓ માટે અરજી કરનારા તમામ ઉમેદવારોમાં, MBBS/PG ડિગ્રી ધરાવતા લોકોની મહત્તમ વય મર્યાદા 30 વર્ષની હોવી જોઈએ અને PG ડિગ્રી ધરાવનારાઓની મહત્તમ વય મર્યાદા 35 વર્ષ હોવી જોઈએ.

ADVERTISEMENT

અરજી ફી કેટલી છે?

આ આર્મી પોસ્ટ્સ માટે અરજી કરી રહેલા ઉમેદવારોએ અરજી ફી તરીકે 200 રૂપિયા ચૂકવવાના રહેશે, આપેલ ગેટવે દ્વારા અરજી ફી ઓનલાઈન ભરવાની રહેશે.

પગારધોરણ કેટલો રહેશે?

આ પદો માટે કોઈપણ ઉમેદવારની પસંદગી કરવામાં આવશે, તેને પગાર તરીકે દર મહિને અંદાજે રૂ. 85,000 ચૂકવવામાં આવશે.

    follow whatsapp

    ADVERTISEMENT