India Post GDS Result 2024 : ગ્રામીણ ડાક સેવક ભરતીનું પરિણામ જાહેર, આ લિંકથી ફટાફટ જોઈ લો પહેલું મેરિટ લિસ્ટ

ADVERTISEMENT

 ઈન્ડિયન પોસ્ટમાં નોકરી માટે ભર્યું છે ફોર્મ?
India Post GDS Result 2024
social share
google news

India Post GDS Result 2024 : ઈન્ડિયા પોસ્ટ જીડીએસ (India Post GDS) ભરતીનું જાહેર કરી દેવામાં આવ્યું છે. આપને જણાવી દઈએ કે 44000થી વધુ ખાલી જગ્યા પર થનારી ભરતીનું પ્રથમ મેરિટ લિસ્ટ (Merit List) જાહેર કરી દેવામાં આવ્યું છે. જે ઉમેદવારોએ ઈન્ડિયા પોસ્ટ ગ્રામીણ ડાક સેવક ભરતી માટે ફોર્મ ભર્યું છે, તેઓ indiapostgdsonline.gov.in પર જઈને મેરિટ લિસ્ટ ચેક કરી શકે છે. 

12 સર્કલનું પહેલું મેરિટ લિસ્ટ કરાશે જાહેર

ઈન્ડિયા પોસ્ટે ગ્રામીણ ડાક સેવા (GDS) ભરતી 2024ની આંધ્ર પ્રદેશ, આસામ, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, દિલ્ગી, ગુજરાત, કર્ણાટક, પંજાબ, તમિલનાડુ, તેલંગાણા, ઓડિશા, કેરળ સહિત 12 સર્કલનું પહેલું મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. અન્ય મેરિટ લિસ્ટ પણ ટૂક સમયમાં બહાર કરવામાં આવશે. ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ indiapostgdsonline.gov.in  પર પીડીએફ ડાઉનલોડ કરી શકે છે. ઈન્ડિયા પોસ્ટ જીડીએસ મેરિટ લિસ્ટ બોર્ડની પરીક્ષામાં આવેલા માર્ક્સના આધારે તૈયાર કરવામાં આવ્યું છે. પસંદગી કરાયેલા ઉમેદવારોને ફિઝિકલ વેરિફિકેશનમાં સામેલ થવું પડશે. ઉમેદવારોને ફિઝિકલ વેરિફિકેશન માટે તારીખ સહિત અન્ય જાણકારીઓ મોબાઈલ નંબર પર શેર કરવામાં આવશે. ઈન્ડિયા પોસ્ટ જીડીએસ ભરતી હેઠળ કુલ 23 સર્કલમાં 44,228 ગ્રામીણ ડાક સેવકની ખાલી જગ્યાઓ પર કરવામાં આવશે. 

આ રીતે ડાઉનલોડ કરો મેરિટ લિસ્ટ

- મેરિટ લિસ્ટ ડાઉનલોડ કરવા માટે  indiapostgdsonline.gov.in પર જાવ.
- તમારા સર્કલની લિંક પર ક્લિક કરો. 
- ઈન્ડિયા પોસ્ટ મેરિટ લિસ્ટની PDF ડાઉનલોડ કરો. 
- શોર્ટલિસ્ટ ઉમેદવારોની યાદી ચેક કરો. 

ADVERTISEMENT

એક ક્લિકથી ડાઉનલોડ કરો પીડીએફ

https://indiapostgdsonline.cept.gov.in/HomePageS/D06.aspx

ADVERTISEMENT

કેવી રીતે તૈયાર કરાયું મેરિટ?

તમને જણાવી દઈએ કે, GDS મેરિટ લિસ્ટ હાઈસ્કૂલ બોર્ડ પરીક્ષાની મેરિટ લિંકના આધારે તૈયાર કરવામાં આવે છે. ઈન્ડિયા પોસ્ટ જીડીએસ ભરતી માટે કોઈ લેખિત પરીક્ષા કે ઈન્ટરવ્યુ નથી.
 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT