Airforce Jobs: એરફોર્સમાં માં ધો.12 પાસ માટે નીકળી બંપર ભરતી, 1.77 લાખ સુધી મળશે સેલેરી

ADVERTISEMENT

Indian Airforce
Indian Airforce
social share
google news

IAF AFCAT 2024: AFCAT 2024 માટે અરજી કરવા ઈચ્છતા ઉમેદવારો ખાસ ધ્યાન આપે. ભારતીય વાયુસેના (IAF) દ્વારા એર ફોર્સ કોમન એડમિશન ટેસ્ટ (AFCAT) 2024 માટેની નોંધણી વિન્ડો 30 મેના રોજ શરૂ કરવામાં આવી છે. નોંધણી પ્રક્રિયા સત્તાવાર વેબસાઇટ પર શરૂ કરવામાં આવી છે. જેમાં ભરતી પરીક્ષા માટે અરજી કરવા માંગતા તમામ પાત્ર અને રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ careerindianairforce.cdac.in અને afcat.cdac.in પર જઈને અરજી કરી શકે છે.

AFCAT 2024: કેટલી જગ્યાઓ ખાલી છે?

AFCAT 2024 ભરતી પરીક્ષા દ્વારા ફ્લાઈંગ બ્રાન્ચ, ગ્રાઉન્ડ ડ્યુટી (ટેક્નિકલ) બ્રાન્ચ અને ગ્રાઉન્ડ ડ્યૂટી (નોન-ટેક્નિકલ) બ્રાન્ચમાં કુલ 304 જગ્યાઓ ભરવામાં આવશે.

AFCAT 2024: પાત્રતા શું છે?

ઉંમર મર્યાદા
ભારતીય વાયુસેનાની ફ્લાઈંગ બ્રાન્ચમાં ભરતી માટે પાત્ર બનવા માટે ઉમેદવારોની ઉંમર 20 થી 24 વર્ષની વચ્ચે હોવી જોઈએ. ગ્રાઉન્ડ ડ્યુટી બ્રાન્ચમાં પોસ્ટ માટે ઉમેદવારોની ઉંમર 20 થી 26 વર્ષની વચ્ચે હોવી જોઈએ.

ADVERTISEMENT

શૈક્ષણિક લાયકાત
ફ્લાઈંગ બ્રાન્ચ માટે અરજી કરવા ઈચ્છુક ઉમેદવારોએ વિજ્ઞાન પ્રવાહ (ગણિત અને ફિઝિક્સ)માં ઓછામાં ઓછા 50 ટકા માર્ક્સ સાથે 12મું ધોરણ પાસ કરેલ હોવું જોઈએ. કોઈપણ પ્રવાહમાં 60 ટકા માર્ક્સ ધરાવતા સ્નાતકો પણ અરજી કરવા પાત્ર છે. વધુમાં, BE/B.Tech ડિગ્રી અને 60 ટકા માર્ક્સ ધરાવતા ઉમેદવારો પણ અરજી કરી શકે છે.

AFCAT 2024 માટે કેવી રીતે અરજી કરવી

  • સૌ પ્રથમ ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ પર જાઓ.
  • આ પછી "ઉમેદવાર લૉગિન" વિકલ્પ પસંદ કરો જે "અહીં નોંધણી કરો" વિકલ્પ તરફ દોરી જશે.
  • ત્યારબાદ અરજદારોને સિસ્ટમ-જનરેટેડ પાસવર્ડ અને રજિસ્ટર્ડ ઈમેલ વડે સાઇન ઇન કરવા માટે કહેવામાં આવશે.
  • આ પછી, ઉમેદવારો તેમના અરજી ફોર્મ ભરે અને સબમિટ કરે

પસંદગી પ્રક્રિયા અને પગાર ધોરણ

એરફોર્સની આ ભરતી પ્રક્રિયા માટે 3 તબક્કા રહેશે. જેમાં પ્રથમ લેખિત પરીક્ષા, આ બાદ ઈન્ટરવ્યૂ અને બાદમાં મેડિકલ ટેસ્ટ લેવામાં આવશે. ભરતી પ્રક્રિયામાં પસંદગી પામનારા ઉમેદવારોને 56,100થી 177,500 રૂપિયા પ્રતિ માસ સુધીનો પગાર મળશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT