School Holiday List August 2024: વિદ્યાર્થીઓ અને સરકારી કર્મચારીઓને મોજે મોજ, ઓગસ્ટમાં 7 દિવસ મળશે રજા; જોઈ લો લિસ્ટ
School Holiday List August 2024 : તહેવારોનો મહિનો શરૂ થવા જઈ રહ્યો છે. ઓગસ્ટ મહિનામાં શાળા, બેંકો અને સરકારી ઓફિસોમાં ઘણી રજાઓ આવી રહી છે. વાસ્તવમાં આ ઓગસ્ટ મહિનામાં (August 2024) બીજા અઠવાડિયામાં અને ત્રીજા અઠવાડિયામાં બેંકોમાં સતત બે-બે દિવસ રજા રહેશે.
ADVERTISEMENT
School Holiday List August 2024 : તહેવારોનો મહિનો શરૂ થવા જઈ રહ્યો છે. ઓગસ્ટ મહિનામાં શાળા, બેંકો અને સરકારી ઓફિસોમાં ઘણી રજાઓ આવી રહી છે. વાસ્તવમાં આ ઓગસ્ટ મહિનામાં (August 2024) બીજા અઠવાડિયામાં અને ત્રીજા અઠવાડિયામાં બેંકોમાં સતત બે-બે દિવસ રજા રહેશે. કારણ કે 10 અને 24 ઓગસ્ટે બીજો અને ચોથો શનિવાર આવી રહ્યો છે અને આ દિવસે બેંકોમાં રજા હોય છે. તો 11મી અને 25મી ઓગસ્ટે સાપ્તાહિક રજા રહેશે. અહીં જુઓ બેંકોની સાથે જ શાળાઓ, કોલેજો અને સરકારી કચેરીઓમાં ઓગસ્ટ મહિનાની રજાઓની સંપૂર્ણ યાદી, ક્યારે છે રક્ષાબંધન, ક્યારે ઉજવાશે જન્માષ્ટમી…
15 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસની રજા
આ વખતે 15મી ઓગસ્ટનો સ્વતંત્રતા દિવસ ગુરુવારે આવી રહ્યો છે. આવી સ્થિતિમાં ગુરુવારે બેંકો બંધ રહેશે. શાળાઓ અને કચેરીઓમાં રાષ્ટ્રીય પર્વ નિમિત્તે જાહેર રજા રહેશે.
18 અને 19 ઓગસ્ટે એક સાથે બે રજા
15મી ઓગસ્ટ પછી 18મી ઓગસ્ટે રવિવાર હોવાથી સાપ્તાહિક રજા રહેશે. તો રક્ષાબંધનનો તહેવાર 19મી ઓગસ્ટ સોમવારના રોજ માનવવામાં આવશે. રવિવાર અને રક્ષાબંધનના કારણે મહિનાના ત્રીજા સપ્તાહમાં એકસાથે બે રજાઓ રહેશે. એટલે કે 18 અને 19 ઓગસ્ટે સરકારી કચેરીઓ, સ્કૂલોમાં રજા રહેશે.
ADVERTISEMENT
ઓગસ્ટના છેલ્લા અઠવાડિયામાં ત્રણ દિવસ રજા
ઓગસ્ટના છેલ્લા અઠવાડિયામાં બેંક કર્મચારીઓની મોજ રહેશે. કારણ કે આ સપ્તાહમાં સતત ત્રણ દિવસ બેંક રજા રહેશે. 24મી ઓગસ્ટે ચોથો શનિવાર હોવાથી બેંકો બંધ રહેશે. તો રવિવારના કારણે 25મી ઓગસ્ટે સાપ્તાહિક રજા હોવાથી અને ત્યારબાદ 25મી ઓગસ્ટને સોમવાર સિવાય 26મી ઓગસ્ટ 2024ના રોજ જન્માષ્ટમીનો તહેવાર ઉજવવામાં આવશે, તેથી આ દિવસે બેંકો તેમજ શાળા, કોલેજો અને ઓફિસોમાં જાહેર રજા રહેશે.
શાળા, કોલેજો અને સરકારી કચેરીઓમાં રજાઓની યાદી
- 4 ઓગસ્ટ (રવિવાર)
- 11 ઓગસ્ટ (રવિવાર)
- 15 ઓગસ્ટ (સ્વતંત્રતા દિવસ)
- 18 ઓગસ્ટ (રવિવાર)
- 19 ઓગસ્ટ (રક્ષાબંધન)
- 25 ઓગસ્ટ (રવિવાર)
- 26 ઓગસ્ટ (જન્માષ્ટમી)
ADVERTISEMENT
ઓગસ્ટમાં બેંક રજાઓની સંપૂર્ણ યાદી
- 4 ઓગસ્ટ (રવિવાર)
- 10 ઓગસ્ટ (બીજો શનિવાર)
- 11 ઓગસ્ટ (રવિવાર)
- 15 ઓગસ્ટ (સ્વતંત્રતા દિવસ)
- 18 ઓગસ્ટ (રવિવાર)
- 19 ઓગસ્ટ (રક્ષાબંધન)
- 24 ઓગસ્ટ (ચોથો શનિવાર)
- 25 ઓગસ્ટ (રવિવાર)
- 26 ઓગસ્ટ (જન્માષ્ટમી)
ADVERTISEMENT
ADVERTISEMENT