GCAS Portal: કોલેજ સ્ટુડન્ટ માટે શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય, GCAS પોર્ટલ ત્રીજા રાઉન્ડ માટે ખુલશે

ADVERTISEMENT

GCAS Portal
GCAS Portal
social share
google news

GCAS Portal: રાજ્યની 15 સરકારી યુનિવર્સિટી સંલગ્ન વિવિધ કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા માટે આ વર્ષથી ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ (GCAS) પોર્ટલ શરૂ કરાયું છે. જેમાં રજીસ્ટ્રેશન કરીને વિદ્યાર્થીઓ વિવિધ કોલેજમાં એડમિશન લઈ શકે છે. જોકે વિદ્યાર્થીઓ દ્વારા સતત રજૂઆત કરવામાં આવી રહી હતી કે GCAS પોર્ટલમાં ખામીના કારણે અનેક વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહી ગયા હતા.

કઈ તારીખે ખુલશે GCAS પોર્ટલ?

આ વચ્ચે હવે વિદ્યાર્થીઓના હિતમાં રાજ્ય સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ GCAS પોર્ટલ ત્રીજા અને અંતિમ રાઉન્ડ માટે ખુલ્લું મૂકવામાં આવશે. આગામી 4 જુલાઈ થી 6 જુલાઈ સુધી સ્નાતક કક્ષાના તેમજ 1 જુલાઈથી 3 જુલાઈ સુધી અનુસ્નાતક કક્ષાના પ્રોગ્રામ્સની નવી અરજી સ્વીકારવા તથા જે વિદ્યાર્થીઓએ પ્રવેશ માટે અગાઉ અરજી કરી છે, તેમની અરજી સુધારવા ત્રીજા રાઉન્ડ માટે GCAS પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે. શિક્ષણ વિભાગના અગ્ર સચિવ મુકેશ કુમારે આ અંગે માહિતી આપી હતી.

અત્યાર સુધીમાં કેટલા વિદ્યાર્થીઓએ એડમિશન લીધું?

તેમણે જણાવ્યું કે, GCAS પોર્ટલ પર પ્રથમ રાઉન્ડ અંતર્ગત સ્નાતક કક્ષાના 1.32 લાખ અને અનુસ્નાતક કક્ષાના 31,363 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે. બાદમાં 27 જૂનથી 29 જૂન સુધી બીજા રાઉન્ડ માટે GCAS પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. બંને રાઉન્ડ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 3.42 લાખ વિદ્યાર્થીઓને એડમિશન ઓફર આપી દેવામાં આવી છે. આ વિદ્યાર્થીઓએ આગામી તા. 1 થી 3 જુલાઈ સુધી તેમને ફાળવેલી કોલેજમાં રિપોર્ટિંગ કરવાનું રહેશે. ત્રીજો રાઉન્ડ અંતિમ રાઉન્ડ રહેશે.

ADVERTISEMENT

વિષય બદલવાની મળશે તક

નોંધનીય છે કે, GCAS પોર્ટલ મારફત કોલેજ-યુનિવર્સિટીઓમાં વિવિધ પ્રોગ્રામ્સમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓની પ્રોફાઈલ, શૈક્ષણિક વિગત કે પસંદ કરેલા વિષય વગેરેમાં જરૂરી ફેરફાર માટે સંબંધિત યુનિવર્સિટી કે કોલેજ ટેકનિકલ બાબતો માટે GIPL સાથે સંકલનમાં રહીને યુનિવર્સિટી/કોલેજની કક્ષાએ જરૂરી ફેરફાર કરી શકશે. આ ઉપરાંત તેમણે કહ્યું કે, GCAS પોર્ટલ મારફત વિદ્યાર્થી દ્વારા કોલેજ-યુનિવર્સિટીઓમાં સ્નાતક અને અનુસ્નાતક કક્ષામાં પ્રવેશ મેળવેલ હોય અને પોતાનો પ્રવેશ કોઈ કારણસર રદ કરાવવા ઈચ્છતા હોય તો તેવા વિદ્યાર્થીઓએ સંબંધિત યુનિવર્સિટી કે કોલેજમાં જઈ પોતાના પ્રવેશ રદ કરાવી શકશે.
 
GCAS પોર્ટલ મારફતે વિદ્યાર્થીઓ દ્વારા B.Ed. પ્રોગ્રામમાં પ્રવેશ મેળવેલો હોય પરંતુ વિદ્યાર્થી પ્રવેશ મેળવેલા વિષય, શૈક્ષણિક વિગત વગેરેમાં જરૂરી ફેરફાર કરવા ઈચ્છતા હોય તો, તે સંબંધિત યુનિવર્સિટી/કોલેજ ટેકનિકલ બાબતો માટે GIPL સાથે સંકલનમાં રહીને યુનિવર્સિટી/કોલેજ કક્ષાએ ફેરફાર કરી શકશે.

    follow whatsapp

    ADVERTISEMENT