Gandhinagar: ઉગ્ર આંદોલન બાદ ફોરેસ્ટ ગાર્ડના ઉમેદવારો સામે સરકાર ઝૂકી? લેવાયો આ મોટો નિર્ણય
GSSSB Forest Guard Result 2024: ફોરેસ્ટ ગાર્ડના ઉમેદવારોના આંદોલનનો આજે બીજો દિવસ છે. ગઇકાલે વરસાદી માહોલ વચ્ચે તમામ ઉમેદવારો સહિત વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે ગાંધીનગર શહેરના સેક્ટર 11 રામકથા મેદાન ખાતે જ રાતવાસો કર્યો હતો
ADVERTISEMENT
GSSSB Forest Guard Result 2024: ફોરેસ્ટ ગાર્ડના ઉમેદવારોના આંદોલનનો આજે બીજો દિવસ છે. ગઇકાલે વરસાદી માહોલ વચ્ચે તમામ ઉમેદવારો સહિત વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે ગાંધીનગર શહેરના સેક્ટર 11 રામકથા મેદાન ખાતે જ રાતવાસો કર્યો હતો. જે બાદ વહેલી સવારથી જ પોલીસ એક્શનમાં આવી હતી અને ઉમેદવારોને સવારથી પોલીસે ડિટેઇન કર્યા છે. અત્યાર સુધીમાં 300 જેટલા ઉમેદવારોની અટક કરવામાં આવી છે. જેમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહને પણ ડિટેઇન કરવામાં આવ્યા છે. બીજી તરફ ગૌણ સેવાની પણ આંદોલન પર ચાંપતી નજર છે અને ઉગ્ર આંદોલનના પગલે લગભગ દોઢ દિવસ બાદ ઉમેદવારોની એક માંગોનો સ્વીકાર કરી હૈયાધારણા આપી છે.
આંદોલનના દોઢ દિવસ બાદ સરકારે એક માંગ સ્વીકારી
ગૌણ સેવા પસંદગી મંડળે ઉમેદવારોની એક માંગને સ્વીકારી તેવી માહિતી મળી રહી છે. હવે મંડળ 25 ગણા ઉમેદવારના પરિણામ આવતીકાલે જાહેર કરી શકે છે. અગાઉ 8 ગણા ઉમેદવારોના પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા. આ સિવાય 9 તારીખે પરિક્ષાર્થીઓની યાદી જાહેર કરવાની પણ વાત મળી રહી છે. જોકે, ઉમેદવારો માંગ કરી રહ્યા છે કે CBRT પદ્ધતિ જ નાબૂદ કરવામાં આવે અને ફોરેસ્ટમાં ખાલી જગ્યાઓ પર ભરતી કરવા હાલની જગ્યામાં વધારો કરવામાં આવે.
ફોરેસ્ટ ગાર્ડના ઉમેદવારો સામે સરકાર ઝૂકી?
ફોરેસ્ટમાં 25 ગણાની યાદી અત્યારે અને બીજા 25 ગણાં ઉમેદવારોની યાદી પછીથી તૈયાર રાખવા વનવિભાગના નાયબ સચિવનો ગૌણસેવાને પત્ર લખવામાં આવ્યો છે.
ADVERTISEMENT
અત્યાર સુધીમાં 300 જેટલા ઉમેદવારોની અટકાયત
આજે સવારથી જ રામકથા મેદાન અને ઘ - 4 ગાર્ડનથી આંદોલનકારીઓને ડિટેઇન કરવાનું શરૂ કર્યું હતું. ઉમેદવારો રામકથા મેદાનમાં જ રાતવાસો કરી આંદોલન ચાલુ રાખ્યું હતું. ઉમેદવારો આંદોલન ચાલુ રાખવાના મૂડમાં હોય, રાજ્યભરમાંથી ફોરેસ્ટના ઉમેદવારોને ગાંધીનગર પહોંચવાના સંદેશ પસાર કરવામાં આવ્યા હતા. એવામાં સવારે પોલીસનો કાફલો મેદાન ઉપર પહોંચી ગયો હતો. પોલીસ દ્વારા મેદાન પર હાજર ઉમેદવારોને ડિટેઇન કરી લીધા હતા. અત્યારસુધીમાં અલગ અલગ જગ્યાએથી 300 જેટલા ઉમેદવારોની અટકાયત કરાઈ છે.
શક્તિસિંહ ગોહિલ પણ આવ્યા ઉમેદવારોના સમર્થનમાં
આ મામલો રાજકીય ક્ષેત્રે પણ ચર્ચાનો વિષય બની ગયો છે. કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે પણ આ મામલે ટ્વિટ કર્યું હતું. તેમણે લખ્યું કે, ફોરેસ્ટ બીટગાર્ડના ઉમેદવારોની માંગણી છે કે વર્તમાનમા GSSSB દ્વારા ફોરેસ્ટ નું Result બહાર પાડવામાં આવ્યું છે. જેમાં વિદ્યાર્થીઓ જોડે મોટાપાયે અન્યાય થયો છે જેથી વિદ્યાર્થીઓમાં ઘણી નારાજગી છે. વિપક્ષ સિવાય સતા પક્ષના પણ બે ધારાસભ્યએ ઉમેદવારોને સમર્થન કર્યું હતું. મહુવાના ધારાસભ્ય સંજયસિંહ મહિડા અને ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટાબેન પટેલે વનમંત્રી મુળુભાઇ બેરાને પત્ર લખીને ઉમેદવારોના હિતમાં નિર્ણય કરવા રજૂઆત કરી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT