Gandhinagar: ફોરેસ્ટ ગાર્ડના ઉમેદવારોનો ઉગ્ર વિરોધ, CBRT પદ્ધતિ રદની માંગ; શું ગૌણ સેવાના સચિવ આપશે રાજીનામું?

ADVERTISEMENT

Gandhinagar
Gandhinagar
social share
google news

Gandhinagar News: ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા લેવામાં આવી હતી. જેના પરિણામ જાહેર થયા ત્યારથી જ તે વિવાદમાં આવી છે. આ પરીક્ષા  સીબીઆરટી પદ્ધતિ દ્વારા લેવામાં આવી હતી, જેને લઈ ઉમેદવારોમાં રોષ છે અને તેને રદ્દ કરવાની માંગ ચાલી રહી છે. CBRT એટલે કે (કોમ્પ્યુટર બેઝ્ડ રિક્રુટમેન્ટ ટેસ્ટ) અને નોર્મલાઈઝેશન મેથડના કારણે ઉમેદવારોને અન્યાય થયાની રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં ઉમેદવારો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. એવામાં આજે આ મામલો રાજ્યના પાટનગર ગાંધીનગર સુધી પહોંચ્યો અને ઉમેદવારો પોતાની માંગ સાથે રસ્તા પર ઉતર્યા હતા. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પણ ઉમેદવારોના સમર્થનમાં પહોંચ્યા હતા.

ફોરેસ્ટ ગાર્ડના ઉમેદવારોની શું માંગ છે?

ગાંધીનગર શહેરના સેક્ટર 11 રામકથા મેદાન ખાતે ફોરેસ્ટના ઉમેદવારો પહોંચ્યા હતા. જેને લઈ રામકથા મેદાન ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે જણાવ્યું કે, 2022 માં આ પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવી હતી. 823 પદ માટે 8 લાખ અરજીઓ થઈ હતી અને તેમાંથી 4 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. આ પરીક્ષા CBRT પદ્ધતિથી લેવાઇ હતી. જેમાં નોર્મલાઇઝેશન સિસ્ટમ એપ્લાય કરવામાં આવી હતી, વિદ્યાર્થીઓના માર્ક્સ જાહેર થવા જોઈએ તે અંગે ગૌણસેવા પસંદગી મંડળ દ્વારા ના પાડવામાં આવી છે, જેને લઈ ઉમેદવારોની માંગ છે કે  નોર્મલાઇઝેશન પહેલાના અને પછીના માર્ક્સ જાહેર કરવામાં આવે, CBRT પદ્ધતિ સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવે અને સાથે જ જગ્યાઓ ખાલી છે એ જગ્યાઓમાં વધારો કરવામાં આવે. 

શું ગૌણ સેવાના સચિવ હસમુખ પટેલ આપશે રાજીનામું?

સાથે જ એક બીજી વાતએ પણ જોર પકડયું છે કે,  ગૌણ સેવાના (GSSSB) સચિવ પોતાના પદ પરથી રાજીનામું આપી શકે છે. જોકે, આ વાત અંગે કોઈ પણ જાતની પુષ્ટિ ગૌણ સેવા દ્વારા કરવામાં આવી નથી. પરંતુ સોશિયલ મીડિયા પર ચાલતી અને ઉમેદવારો દ્વારા કહેવામાં આવતી વાતો છે. જેનું એક કારણ એવું પણ છે કે  ગૌણ સેવાના સચિવ હસમુખ પટેલે પહેલા ટ્વિટરમાંથી અમુક પોસ્ટ ડિલીટ કરી અને પછી પોતાનું એકાઉન્ટ ડિલીટ કર્યું. ઉપરાંત વન રક્ષકની પરીક્ષામાં બેસેલા તમામ ઉમેદવારોના માર્ક્સ જિલ્લાઓ પ્રમાણે 31/07/2024 ના રોજ મંડળની વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે. જેમાં પરિપત્રમાં નીચે હસમુખ પટેલનું નામ અને સહી હોવી જોઈએ, પરંતુ  તે અગલ રીતે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. આ બધી બાબતોને ધ્યાને લઈને તેવી અટકળોએ જોર પકડયું છે કે,  ગૌણ સેવાના સવિચ રાજીનામું આપી શકે છે.

ADVERTISEMENT

Image

    follow whatsapp

    ADVERTISEMENT