જૂના શિક્ષકોની ભરતી પર આવી મોટી અપડેટ, શિક્ષણ વિભાગે જાહેર કર્યા નવા નિયમો
Gujarat Education Department: રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા જૂના શિક્ષકોની ભરતી પ્રક્રિયા અંગે ખાસ સ્પષ્ટતાઓ અને સૂચનાઓ સાથે નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. જે મુજબ હવે જૂના શિક્ષકોની ભરતીમાં જૂના શિક્ષક અને શિક્ષણ સહાયકનો રેશિયો 1:3નો રહેશે.
ADVERTISEMENT
Gujarat Education Department: રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા જૂના શિક્ષકોની ભરતી પ્રક્રિયા અંગે ખાસ સ્પષ્ટતાઓ અને સૂચનાઓ સાથે નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. જે મુજબ હવે જૂના શિક્ષકોની ભરતીમાં જૂના શિક્ષક અને શિક્ષણ સહાયકનો રેશિયો 1:3નો રહેશે. આ ઉપરાંત જૂના શિક્ષક તરીકે અરજી કરવા નિયમિત શિક્ષકે શિક્ષણ વિભાગ હસ્તકની ગ્રાન્ટેડ શાળામાં ઓછામાં ઓછા 5 વર્ષનો અનુભવ હોવો જોઈએ. જૂના શિક્ષકની ભરતીની સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન પોર્ટલ દ્વારા કરાશે.
કોને નહીં મળે જૂના શિક્ષકની ભરતીનો લાભ?
આ ઉપરાંત જો કોઈ નિયમિત શિક્ષકની વયનિવૃત્તિ માટે બે વર્ષ કરતા ઓછો સમય બાકી હોય તો આવા શિક્ષક જૂના શિક્ષકની ભરતી માટે અરજી કરી શકશે નહીં. જૂના શિક્ષક તરીકે ભરતી માટે શિક્ષક તરીકે સમગ્ર સેવાકાળ દરમિયાન માત્ર એક જ વખત લાભ મળશે. સાથે જ શિક્ષકની જૂના શિક્ષક તરીકે પસંદગી થાય ત્યારથી જ તેની સેવા સળંગ ગણવામાં આવશે. જૂના શિક્ષક તરીકે ભરતીની લાયકાત ઉમેદવારના શૈક્ષણિક અનુભવના આધારે મેરીટ તૈયાર કરવામાં આવશે.
ખાસ છે કે રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકો માટે શિક્ષણ વિભાગના ઠરાવમાં 1:3ના રેશિયોથી શિક્ષકોની ભરતી કરવાની જોગવાઈ હતી. જૂના 2011માં જૂના શિક્ષકોની ભરતી થઈ હતી. આ બાદ 2016ની ભરતીમાં શિક્ષક તરીકે ફિક્સ પગારનો સમયગાળો ગણવો કે નહીં તે પ્રશ્નનું નિરાકરણ લવાયું હતું. દરમિયાન વતનથી દૂર નોકરી કરતા ગ્રાન્ટેડ શાળાના શિક્ષકોને વતન તથા કુટુંબ સાથે રહેવાનો લાભ મળે અને સામાજિક જીવન અસ્તવ્યસ્ત થતું અટકે તે માટે આ નિર્ણય લેવાયો છે.
ADVERTISEMENT
જૂના શિક્ષકોની ભરતીના નિયમો અંગેનો પરિપત્ર વાંચવા અહીં ક્લિક કરો: View PDF
ADVERTISEMENT