School Vacation: સ્કૂલોમાં ઉનાળું વેકેશનની તારીખ લંબાશે કે નહીં? શિક્ષણ બોર્ડે કરી ખાસ સ્પષ્ટતા
School Vacation: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમીનો પારો ઉચકાતા લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. હાલમાં સ્કૂલોમાં ઉનાળું વેકેશન ચાલી રહ્યું છે. ત્યારે થોડા સમય પહેલા રિપોર્ટ્સ આવ્યા હતા કે ગરમીના કારણે સ્કૂલોમાં ઉનાળું વેકેશનને લંબાવવામાં આવશે.
ADVERTISEMENT

School Vacation: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમીનો પારો ઉચકાતા લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. હાલમાં સ્કૂલોમાં ઉનાળું વેકેશન ચાલી રહ્યું છે. ત્યારે થોડા સમય પહેલા રિપોર્ટ્સ આવ્યા હતા કે ગરમીના કારણે સ્કૂલોમાં ઉનાળું વેકેશનને લંબાવવામાં આવશે. હવે આ અંગે સત્તાવાળાઓ તરફથી નિવેદન સામે આવ્યું છે અને કહેવાયું છે કે, સ્કૂલોમાં નવું શૈક્ષણિક સત્ર 13 જૂનથી જ ચાલુ થઈ જશે.
ગરમી વચ્ચે સ્કૂલોમાં વેકેશન લંબાશે?
હકીકતમાં રાજ્યમાં ગરમીના પ્રકોપાના કારણે રાજ્ય શાળા સંચાલક મંડળ અને વાલી અધિકાર ગ્રુપ દ્વારા માંગણી કરવામાં આવી હતી કે સ્કૂલોને 13 જૂનના બદલે 20 જૂનથી શરૂ કરવામાં આવે. જોકે આ અંગે હવે ગુજરાત શિક્ષણ બોર્ડ, પ્રાથમિક શિક્ષણ નિયામક અને અમદાવાદના DEO કચેરીના પદાધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે વેકેશનની તારીખ લંબાવવામાં નહીં આવે.
13મી જૂનથી શરૂ થશે શૈક્ષણિક સત્ર
આ સ્પષ્ટતા બાદ રાજ્યભરની સ્કૂલોમાં 13મી જૂનથી શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ રહ્યું છે. નોંધનીય છે કે, ગુજરાતમાં હાલ પ્રી-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. રાજ્યમાં કેટલાક સ્થળોએ વરસાદના અમી-છાંટણા પડ્યા છે. અંબાલાલ પટેલે ગુજરાતમાં 10મી જૂન આસપાસથી ચોમાસું બેસી જાય તેવી પણ આગાહી કરી છે. એવામાં સ્કૂલો શરૂ થાય ત્યારે શક્ય છે કે વરસાદના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે છે, જેથી બાળકોને ગરમીથી રાહત મળી શકે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT