Big News: TET-TAT ઉમેદવારો માટે મોટા સમાચાર, રાજ્યમાં 24700 જગ્યાઓ પર થશે શિક્ષકોની ભરતી

ADVERTISEMENT

Gandhinagar News
Gandhinagar News
social share
google news

Gandhinagar News: રાજ્યમાં કાયમી શિક્ષકની ભરતીને લઈને મોત સમાચાર સામે આવી રહ્યા છે. આજે રાજ્ય સરકાર કુલ 24700 જગ્યાઓ પર શિક્ષકોની ભરતી (Teachers' Recruitment) જાહેર કરશે. કેબિનેટ બેઠકમાં ભરતીને લીલી ઝંડી આપવામાં આવી છે. લાંબા સમયથી TET-TAT પાસ ઉમેદવારોની આતુરતાનો અંત આઈ ગયો છે. 

TET-TAT પાસ ઉમેદવારોની આતુરતાનો અંત

લાંબા સમયથી રાજ્યમાં કાયમી શિક્ષકની ભરતી અટકી પડી હતી, જેને લઈને ગાંધીનગરમાં ઉમેદવારોએ ઘેરાવો કર્યો હતો અને ત્યારબાદ ગયા અઠવાડિયે જ TAT અને TET ભરતી મુદ્દે ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું હતું. સરકારે માધ્યમિક અને હાયર માધ્યમિક 7500 શિક્ષકોને લઈ મહત્ત્વનો નિર્ણય કર્યો હતો. ટેટ 1 અને 2 માં સરકારે ભરતી અંગે આયોજન કર્યું છે.  સાથે જ મળતી માહિતી અનુસાર, ગુજરાતમાં 12,000 થી 15,000 શિક્ષકોની ભરતી ઓક્ટોબર સુધીમાં પૂર્ણ કરવા રાજ્ય સરકારની તાકીદ છે. પહેલા હાયર સેકન્ડરી ના 7,500 શિક્ષકોની આવશે જાહેરાત ત્યારબાદ એટલી જ સંખ્યામાં પ્રાથમિક શિક્ષક ની બે કેટેગરીમાં આવશે ભરતી. ઓક્ટોબર સુધીમાં તમામ ભરતી પૂર્ણ કરવા આદેશ અપાયો છે.

નર્સિંગ, ફિઝિયો સહિત પેરા મેડિકલ કોર્સમાં માટે આ તારીખથી શરૂ થશે રજિસ્ટ્રેશન પ્રક્રિયા

આંદોલન બાદ ગુજરાત સરકાર સફાળે જાગી 

TAT-TET ઉમેદવારોના વિરોધ બાદ હવે ગુજરાત સરકાર સફાળે જાગી છે. રાજ્યમાં શિક્ષણ વિભાગ અન્ય માધ્યમની ભરતી કરવાનો નિર્ણય લેવાયો છે. 1852 જગ્યાઓ પર ભરતી કરવા માટે મંજૂરી અપાઈ છે. જેમાં મરાઠી, ઉર્દુ, ઉડિયા સહિતના માધ્યમોની જગ્યાઓ ભરાશે. શિક્ષણ વિભાગ અન્ય માધ્યમની ભરતી કરશે. કુલ 1852 જગ્યાઓ પર ભરતી કરવા માટે મંજુરી અપાઈ છે. શિક્ષણ વિભાગે અન્ય માધ્યમની ખાલી જગ્યાઓની માહિતી મંગાવી છે. 

ADVERTISEMENT

ભરતી પ્રક્રિયાનું સૂચિત કેલેન્‍ડર 

પ્રવક્તાએ મંત્રીએ કહ્યું કે, ભરતી પ્રક્રિયાના સૂચિત કેલેન્‍ડર અનુસાર ગ્રાન્ટેડ શાળાઓમાં આચાર્ય (HMAT PASS ઉમેદવારો)ની 1200 જેટલી અંદાજિત સંખ્યા અને ગ્રાન્ટેડ શાળાઓમાં જુના શિક્ષકની અંદાજિત 2200 જેટલી જગ્યાઓ ભરવા માટે સંભવિત જાહેરાતની તા. 01/08/2024 રહેશે. સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક (TAT HIGHER SECONDARY પાસ ઉમેદવારો)ની કુલ મળીને અંદાજે 4000 જેટલી જગ્યાઓ જેમાં સરકારી ઉચ્ચતર માધ્યમિક  શિક્ષણ સહાયક માટે 750 અને ગ્રાન્‍ટેડ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક માટે 3250 જગ્યાઓનો સમાવેશ થાય છે તેની સંભવિત જાહેરાતની તા. 01/09/2024 રહેશે.

ક્યારે ભરતી જાહેર કરવામાં આવશે

આ ઉપરાંત સરકારી અને ગ્રાન્‍ટેડ માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની કુલ 3500 જગ્યાઓ માટેની જાહેરાતની સંભવિત તા.01/10/2024 રહેશે જેમાં સરકારી માધ્યમિક શિક્ષણ સહાયક (TAT SECONDARY પાસ ઉમેદવારો)ની 500 જગ્યા અને ગ્રાન્ટેડ માધ્યમિક શિક્ષણ સહાયક (TAT SECONDARY પાસ ઉમેદવારો)ની 3000 જગ્યા માટે ભરતી જાહેરાત થશે. સરકારી ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી માધ્યમમાં વિદ્યાસહાયક તરીકે TET-2 પાસ ઉમેદવારો માટેની અંદાજે 7000 જગ્યાઓ માટેની સંભવિત ભરતી જાહેરાતની તા. 01/11/2024 રહેશે. સરકારી ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયક (અન્ય માધ્યમ) ટેટ-2 પાસ ઉમેદવારોની અંદાજે 600 જેટલી જગ્યાઓ માટે સંભવત તા. 01/11/2024ના રોજ જાહેરાત કરાશે.

ADVERTISEMENT

HDFC Bank Share: HDFC બેંકના શેરનો ભાવ જોઈ રોકાણકારો ચોંક્યા! માર્કેટ ખૂલતાં જ કર્યો કમાલ

વધુમાં કહ્યું કે, આ ઉપરાંત સરકારી પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી માધ્યમમાં વિદ્યાસહાયક તરીકે TET-1 પાસ ઉમેદવારો માટેની અંદાજે 5000 જગ્યાઓ માટે તેમજ સરકારી પ્રાથમિક શાળાઓમાં અન્ય માધ્યમમાં વિદ્યાસહાયક તરીકે TET-1 પાસ ઉમેદવારો માટેની અંદાજે 1200 જગ્યાઓ માટે ભરતી માટે સંભવતઃ તા.01/12/2024ના રોજ જાહેરાત થશે. TET-1 અને TET-2 ઉમેદવારોના સંબંધિત પરીક્ષાના પ્રમાણપત્રની માન્યતાની અવધિ અંગે રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં મહત્વનાં નિર્ણયો કરવામાં આવ્યા છે.

ADVERTISEMENT

 

    follow whatsapp

    ADVERTISEMENT