ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં છોકરાઓ, સામાન્ય પ્રવાહમાં છોકરીઓએ મારી બાજી, પરિણામે તોડ્યા રેકોર્ડ

ADVERTISEMENT

board result
board result
social share
google news

Gujarat Board Result: ગુજરાત બોર્ડ દ્વારા પહેલીવાર ધો.12 વિજ્ઞાન પ્રવાહ અને ધો.12 સામાન્ય પ્રવાહનું પરિણામ એકસાથે જાહેર કરવામાં આવ્યું છે. આ વખતે વિજ્ઞાન પ્રવાહનું 82.45 ટકા તો સામાન્ય પ્રવાહનું 91.93 ટકા પરિણામ આવ્યું છે. આ વર્ષે બંને પ્રવાહના પરિણામોએ રેકોર્ડ તોડી નાખ્યા છે. જોકે આ વખતે સાયન્સમાં વિદ્યાર્થીઓએ જ્યારે સામાન્ય પ્રવાહમાં વિદ્યાર્થિનીઓએ બાજી મારી છે. 

ધો.12 સાયન્સમાં વિદ્યાર્થીઓનું પરિણામ ઊંચું

ગુજરાત બોર્ડે જાહેર કરેલા પરિણામમાં આ વખતે 12 સાયન્સમાં વિદ્યાર્થીઓનું 82.53 ટકા જ્યારે વિદ્યાર્થિનીઓનું 82.35 ટકા પરિણામ આવ્યું છે. જોકે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓના પરિણામમાં સામાન્ય તફાવત છે. રાજ્યના 147 કેન્દ્રોમાં આ વખતે 1.11 લાખ વિદ્યાર્થીઓે પરીક્ષા આપી હતી. જેમાંથી 1034 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ આવ્યો છે. જ્યારે 8,983 વિદ્યાર્થીઓને A2 ગ્રેડ આવ્યો છે. તો 22115 વિદ્યાર્થીઓ B2 ગ્રેડ ધરાવે છે.

ધો.12 સાયન્સનું માર્ચ 2015 બાદ સૌથી ઊંચું પરિણામ

ધો.12 સાયન્સના છેલ્લા કેટલાક વર્ષોના પરિણામ પર નજર કરીએ તો 2015 બાદ પહેલીવાર આટલું ઊંચું પરિણામ આવ્યું છે. માર્ચ 2015માં 86.10 ટકા પરિણામ હતું. આ બાદ 2016માં 79.03 ટકા, 2017માં 81.89 ટકા, 2018માં 72.99 ટકા, 2019માં 71.90 ટકા, 2020માં 71.34 ટકા, 2022માં 72.02 ટકા, 2023માં 65.58 ટકા પરિણામ આવ્યું હતું. જ્યારે આ વર્ષે 82.45 ટકા પરિણામ જાહેર કરાયું છે. વર્ષ 2021માં કોરોનાના કારણે બોર્ડની પરીક્ષા લઈ શકાઈ નહોતી આથી વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું.

ADVERTISEMENT

ધો.12 સામાન્ય પ્રવાહમાં વિદ્યાર્થિનીઓ આગળ

આવી જ રીતે જો ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામની વાત કરીએ તો આ વર્ષે તેમાં વિદ્યાર્થિનીઓએ બાજી મારી છે. વિદ્યાર્થિનીઓનું 94.36 ટકા, જ્યારે વિદ્યાર્થીઓનું 89.45 ટકા પરિણામ આવ્યું છે. સામાન્ય પ્રવાહમાં 3.78 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 5522 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ મેળવ્યો હતો જ્યારે 42,799 વિદ્યાર્થીઓને A2 અને સૌથી વધુ 98,881 વિદ્યાર્થીઓને B2 ગ્રેડ મળ્યો હતો. 

ધો.12 સામાન્ય પ્રવાહમાં છેલ્લા 10 વર્ષમાં સૌથી ઊંચું પરિણામ

ગુજરાત બોર્ડ દ્વારા લેવાતી ધો.12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં છેલ્લા 10 વર્ષમાં આ વર્ષે સૌથી ઊંચું 91.93 ટકા પરિણામ આવ્યું છે. આ પહેલા 2015માં 63.35 ટકા, 2016માં 68.82 ટકા, 2017માં 76.31 ટકા, 2018માં 68.96 ટકા, 2019માં 73.27 ટકા, 2020માં 76.29 ટકા, 2022માં 86.91 ટકા અને 2023માં 73.27 ટકા પરિણામ આવ્યું હતું. કોરોનાના કારણે 2022માં બોર્ડની પરીક્ષા લેવાઈ નહોતી આથી વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાયું હતું.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT