Gandhinagar: ફોરેસ્ટ ગાર્ડના ઉમેદવારો માટે મોટા સમાચાર, ઉગ્ર આંદોલન બાદ નવું કટ-ઓફ લિસ્ટ જાહેર

ADVERTISEMENT

GSSSB Forest Guard
GSSSB Forest Guard
social share
google news

GSSSB Forest Guard Result 2024: ફોરેસ્ટ ગાર્ડના ઉમેદવારોના આંદોલનનો આજે ત્રીજો દિવસ હતો. ગાંધીનગરના રસ્તાઓ પર યુવાન પોતાનો હક લડાઈ માટે લડી રહ્યો છે. તો બીજી તરફ સરકાર પણ તેનાથી બચવાના સંભવ પ્રયત્નો કરી રહી છે. ઉમેદવારોના ઉગ્ર આંદોલન બાદ ફોરેસ્ટ ગાર્ડની ભરતીને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. 823 જગ્યા ભરવા માટે શારિરીક કસોટી માટે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 25 ગણા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. જોકે, ગઈકાલે જ ભારે વિરોધના પગલે આ પ્રકારની જાહેરાત કરવામાં આવી હતી કે હવે 8 ગણાની જગ્યાએ 25 ગણા ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરવામાં આવશે.

જુઓ 25 ગણા ઉમેદવારની યાદી: View PDF

ફોરેસ્ટ ગાર્ડના ઉમેદવારો સામે સરકાર ઝૂકી? 

ગઇકાલે ફોરેસ્ટમાં 25 ગણાની યાદી અત્યારે અને બીજા 25 ગણાં ઉમેદવારોની યાદી પછીથી તૈયાર રાખવા વનવિભાગના નાયબ સચિવનો ગૌણસેવાને પત્ર લખવામાં આવ્યો હતો. જેને ધ્યાને લઈને આજે તરત જ ગૌણ સેવાએ 25 ગણા ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરી દીધું છે અને તેની સાથે જ જિલ્લા પ્રમાણે જ કટઑફ પણ જાહેર કરવામાં આવ્યું છે.  

જિલ્લા પ્રમાણે નવું કટ-ઓફ લિસ્ટ જાહેર

ફોરેસ્ટ ગાર્ડના ઉમેદવારોની શું માંગ છે?

ગાંધીનગર શહેરના સેક્ટર 11 રામકથા મેદાન ખાતે ફોરેસ્ટના ઉમેદવારો પહોંચ્યા હતા. જેને લઈ રામકથા મેદાન ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે જણાવ્યું કે, 2022 માં આ પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવી હતી. 823 પદ માટે 8 લાખ અરજીઓ થઈ હતી અને તેમાંથી 4 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. આ પરીક્ષા CBRT પદ્ધતિથી લેવાઇ હતી. જેમાં નોર્મલાઇઝેશન સિસ્ટમ એપ્લાય કરવામાં આવી હતી, વિદ્યાર્થીઓના માર્ક્સ જાહેર થવા જોઈએ તે અંગે ગૌણસેવા પસંદગી મંડળ દ્વારા ના પાડવામાં આવી છે, જેને લઈ ઉમેદવારોની માંગ છે કે  નોર્મલાઇઝેશન પહેલાના અને પછીના માર્ક્સ જાહેર કરવામાં આવે, CBRT પદ્ધતિ સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવે અને સાથે જ જગ્યાઓ ખાલી છે એ જગ્યાઓમાં વધારો કરવામાં આવે. 

ADVERTISEMENT

 

    follow whatsapp

    ADVERTISEMENT