GSRTC Recruitment 2024: એસ.ટી વિભાગમાં ધો.12 પાસ માટે નોકરીની તક, અરજી કરવાની છેલ્લી તારીખ નજીક

ADVERTISEMENT

ફાઈલ તસવીર
Gujarat ST
social share
google news

GSRTC Recruitment 2024: ગુજરાત એસ.ટીમાં નોકરી મેળવવા ઈચ્છતા યુવાઓ માટે સુવર્ણ તક આવી છે. એસ.ટી વિભાગમાં કંડક્ટર કક્ષાની ભરતી બહાર પાડવામાં આવી છે. અગાઉ GSRTC દ્વારા અગાઉ કુલ 3342 જગ્યાઓ પર ભરતી બહાર પડાઈ હતી, જેના બદલે હવે 2320 જગ્યાઓ પર ભરતીનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ માટે રસ ધરાવતા ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકે છે. 

GSRTC દ્વારા બહાર પાડવામાં આવેલા નોટિફિકેશન મુજબ, સરકાર દ્વારા નિગમની કંડકટર કક્ષામાં One Arm (OA), One Leg (OL), Both Arm (BA), Both Leg  (BL), One Arm Leg (OAL), Both Leg One Arm (BLOA) અને Both Leg Arm (BLA) પ્રકારની  દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારો ઉમેદવારી નોંધાવી શકે તે માટે મંજૂરી આપેલ હોઈ, તે મંજૂરી મુજબની જ દિવયાંગતા ધરાવતા ઉમેદવારો જાહરાત ક્રમાંક : GSRTC/202324/32 કંડકટર કક્ષામાં ઉમેદવારી નોંધાવી શકે તે માટે જાહેરાત Re-Open કરવામાં આવી છે. આ સાથેની સૂચનાઓ મુજબ સંબધિત ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર તા.17/7/2024 સુધીના સમયગાળા દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે. 

કેટેગરી જગ્યા
બિનઅનામત 953
E.W.S. 231
OBC 626
SC 162
ST 348
માજી સૈનિક 232
દિવ્યાંગ 92

GSRTC દ્વારા બહાર પાડવામાં આવેલા નોટિફિકેશન મુજબ, કંડક્ટર કક્ષાની ભરતીમાં એપ્લાય કરનારા ઉમેદવારોએ ધોરણ 12 પાસ કરેલું હોવું જોઈએ. આ ઉપરાંત ઉમેદવારની ઉંમર 18 વર્ષથી 34 વર્ષની વચ્ચે હોવી જોઈએ. 

ADVERTISEMENT

GSRTC ભરતીનું નોટિફિકેશન વાંચવા માટે અહીં ક્લિક કરો - View PDF

કેવી રીતે કરશો અરજી?

  • અરજી કરવા માટે સૌથી પહેલા  https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર જાઓ.
  • અહીં ભરતી પોસ્ટ Conductor- 202424 પસંદ કરો.
  • Apply Now પર ક્લિક કરીને માંગેલી વિગતો ભરો.
  • તમામ વિગતો ભરાઈ જાય એટલે ફોર્મ સબમીટ કરી દો.
  • ભવિષ્યના રેફરન્સ માટે ભરેલા ફોર્મની પ્રિન્ટ કઢાવી લો.

    follow whatsapp

    ADVERTISEMENT