GSEB Exam: ધો.10-12 બોર્ડની પૂરક પરીક્ષા અંગે સામે આવી મોટી અપડેટ, આ તારીખથી શરૂ થશે પરીક્ષા

ADVERTISEMENT

GSEB Exam
GSEB Exam
social share
google news

GSEB Supplementary Exam: તાજેતરમાં જ ગુજરાત બોર્ડનું ધો.10 અને ધો.12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આવ્યું. જોકે આ વર્ષે પણ કેટલાક વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષામાં એક કે વધુ વિષયોમાં નાપાસ થયા હતા. ત્યારે આવા વિદ્યાર્થીઓનું વર્ષ ન બગડે તે માટે ગુજરાત બોર્ડ દ્વારા પૂરક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પૂરક પરીક્ષા આગામી 24 જૂનથી યોજાવાની છે. 

પૂરક પરીક્ષા ક્યારથી યોજાશે?

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા યાદી જાહેર કરીને પૂરક પરીક્ષા અંગે જાણકારી આપવામાં આવી છે. જે મુજબ, ધો.10 બોર્ડ તથા ધો.12 સામાન્ય પ્રવાહ, વિજ્ઞાન પ્રવાહ તથા સંસ્કૃત પ્રથમા અને સંસ્કૃત મધ્યમા માટેની પૂરક પરીક્ષા આગામી 24મી જૂનથી યોજાશે. આ માટે પરીક્ષાનું વિગતવાર ટાઈમટેબલ પણ આગામી સમયમાં જાહેર કરવામાં આવશે. 

બોર્ડની વેબસાઈટ પર મૂકાશે માહિતી

આ વર્ષે ધો.10 બોર્ડમાં 6,99,598 નિયમિત વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 5,77,556 વિદ્યાર્થીઓ પાસ થયા હતા અને 1,22,042 વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા. પૂરક પરીક્ષા માટે વિદ્યાર્થીઓએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. પૂરક પરીક્ષાનો કાર્યક્રમ, રિસીપ્ટ અને પેપરનો સમય સહિતની વિગતો બોર્ડની વેબસાઈટ પર મૂકવામાં આવશે.

ADVERTISEMENT

ધો.10માં 3 વિષય સુધી પૂરક પરીક્ષા આપી શકાશે

નોંધનીય છે કે, ગુજરાત બોર્ડ દ્વારા પૂરક પરીક્ષાના નિયમોમાં ફેરફાર કરાયા છે. જે મુજબ ધો.10માં ગત વર્ષે બે જ વિષયમાં ફેલ હોય તેવા વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપી શકતા હતા. એની જગ્યાએ આ વર્ષે 3 વિષય સુધીની છૂટ આપી છે. એટલે કે 3 વિષયમાં નાપાસ વિદ્યાર્થીઓ પણ પૂરક પરીક્ષા આપી શકશે. આવી જ રીતે ધો.12 સામાન્ય પ્રવાહમાં 1 જ વિષયની અંદર પૂરક પરીક્ષા આપી શકાતી હતી. તેની જગ્યાએ આ વર્ષે 2 વિષય મૂકવામાં આવ્યા છે.

    follow whatsapp

    ADVERTISEMENT