10th Result Date 2024 Gujarat Board: આવતીકાલે ધોરણ 10નું પરિણામ, રિઝલ્ટ જોવા આ નંબર ફટાફટ સેવ કરી લો

ADVERTISEMENT

Gujarat Board
વોટ્સએપથી આ રીતે ચેક કરો પરિણામ
social share
google news

Gujarat board 10th result 2024 Update: ગઈકાલે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું ખૂબ જ સરસ પરિણામ આવ્યા બાદ હવે આવતીકાલે ધોરણ 10 ના પરિણામની વિધાર્થીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.  GSEB SSC પરીક્ષાનું પરિણામ આવતીકાલે સવારે 8 વાગ્યે જાહેર કરવામાં આવશે. ગુજરાત બોર્ડ 10માનું પરિણામ જોવા માટે ઉમેદવારોએ બોર્ડની સત્તાવાર વેબસાઇટ https://gseb.org/ ની મુલાકાત લેવી પડશે. જે ઉમેદવારોએ આ વર્ષની ગુજરાત બોર્ડની 10મીની પરીક્ષા આપી છે તેઓ સત્તાવાર વેબસાઇટ અને વોટ્સએપ નંબર પર મેસેજ કરીને પરિણામ જોઈ શકે છે.

આ રીતે ચેક કરો રિઝલ્ટ 

- પરિણામ જોવા માટે, સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ https://www.gseb.org/ પર જાઓ.
- વેબસાઈટ પર GSEB SSC Result 2024 લિંક પર ક્લિક કરો.
- પછી રોલ નંબર અને આઈડી નંબર વગેરે જેવી વિગતો દાખલ કરો અને સબમિટ બટન દબાવો
- GSEB Result 2024 સ્ક્રીન પર પ્રદર્શિત થશે.
- ભવિષ્યના ઉપયોગ માટે તેને ડાઉનલોડ કરો.

Image

ADVERTISEMENT

Courses after 12th: ધોરણ 12 સાયન્સ પછી શું કરવું? સરળ ભાષામાં જુઓ સરળ જવાબ

વોટ્સએપથી આ રીતે ચેક કરો પરિણામ

- તમારા ફોનમાં ગુજરાત બોર્ડ દ્વારા આપવામાં આવેલ whatsapp નંબર 6357300971 સેવ કરો.
- હવે આ નંબર પર whatsapp કરો.સૌ પ્રથમ Hii લખીને મોકલો
- હવે અહીં તેમના દ્વારા તમને જવાબ મળશે તે માહિતી પ્રમાણે આગળ વધો.
- તમારો બોર્ડનો સીટ નંબર અહીં દાખલ કરવા માટે કહેશે, જે દાખલ કરો 
- ત્યારબાદ તમને GSEB 10 માં પરિણામ ધરાવતો એક બીજો મેસેજ મળશે.
- આ રીતે તમે તમારું પરિણામ whatsapp દ્વારા મેળવી શકો છો 

    follow whatsapp

    ADVERTISEMENT