ખુશખબરી! મોદી સરકાર ક્યારે લાગુ કરશે આઠમુ પગાર પંચ? જાણો કેટલો વધશે પગાર
8th Pay Commission Lates Update: જો તમે પણ કેન્દ્ર સરકારના કર્મચારી અથવા પેન્શનર છો તો આ સમાચાર તમારા માટે કામના છે. સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સને સારો પગાર અને પેન્શન આપવા માટે છેલ્લા એક વર્ષથી 8મા પગાર પંચ (8th Pay Commission)ની માંગણી કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
8th Pay Commission Lates Update: જો તમે પણ કેન્દ્ર સરકારના કર્મચારી અથવા પેન્શનર છો તો આ સમાચાર તમારા માટે કામના છે. સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સને સારો પગાર અને પેન્શન આપવા માટે છેલ્લા એક વર્ષથી 8મા પગાર પંચ (8th Pay Commission)ની માંગણી કરવામાં આવી રહી છે. આ અંગે કર્મચારી સંગઠનોએ સરકાર સાથે પણ વાત કરી છે. જોકે, આ અંગે હજુ સુધી કોઈ પુષ્ટિ થઈ નથી. કેટલાક મીડિયા રિપોર્ટના આધારે એવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આઠમું પગાર પંચ 1 જાન્યુઆરી, 2026 સુધીમાં તૈયાર થઈ શકે છે.
જાન્યુઆરી 2026થી નવું પગાર પંચ લાગુ થાય તેવી અપેક્ષા
તમને જણાવી દઈએ કે, કેન્દ્ર સરકાર દ્વારા દર 10 વર્ષે એક નવા પગાર પંચની રચના કરવામાં આવે છે. પંચની સલાહના આધારે જ સરકારી કર્મચારીઓના પગાર સ્ટ્રક્ચરમાં ફેરફાર કરવામાં આવે છે. વર્તમાન સાતમું પગાર પંચ 1 જાન્યુઆરી, 2016ના રોજ લાગુ કરવામાં આવ્યું હતું. આ હિસાબથી આગામી પગારપંચ 10 વર્ષ બાદ 1 જાન્યુઆરી, 2026થી લાગુ થવાની ધારણા છે. જો સરકાર જાન્યુઆરી 2026થી તેનો અમલ કરે છે તો આ માટે કમિશનની રચના કરવી જરૂરી બનશે.
સાતમા પગાર પંચમાં શું બદલાવ આવ્યો?
સરકારી કર્મચારી યુનિયન દ્વારા પગાર વધારવા માટે ખાસ રીતે ફીટમેન્ટ ફેક્ટરને વધારીને 3.68 કરવાની માંગ કરી હતી. પરંતુ સરકારે તેને 2.57 કરવાનો નિર્ણય લીધો છે. ફિટમેન્ટ ફેક્ટર એક પ્રકારની ગણતરીની એક પદ્ધતિ છે, પગાર અને પેન્શનની ગણતરી કરવામાં આવી છે. આ નિર્ણય બાદ છઠ્ઠા પગાર પંચનો સૌથી ઓછો પગાર 7000 રૂપિયાથી વધારીને 18000 રૂપિયા કરવામાં આવ્યો હતો. એવી જ રીતે સૌથી ઓછું પેન્શન 3500 રૂપિયાથી વધારીને 9000 રૂપિયા કરવામાં આવ્યું. સૌથી વધુ પગાર રૂ. 2,50,000 થઈ ગયો અને સૌથી વધુ પેન્શન રૂ. 1,25,000 રૂપિયા થઈ ગયું.
ADVERTISEMENT
આઠમા પગાર પંચમાં શું છે અપેક્ષા?
ફાઈનાન્શિયલ એક્સપ્રેસમાં પ્રકાશિત સમાચાર અનુસાર, આઠમા પગાર પંચમાં કર્મચારીઓનો પગાર વધારવા માટે ફિટમેન્ટ ફેક્ટરને 1.92 રાખવામાં આવી શકે છે. જો આવું થશે તો લઘુત્તમ વેતન વધીને 34,560 રૂપિયા થઈ જશે. તેવી જ રીતે જેઓ નિવૃત્ત થયા છે તેમને પણ પહેલા કરતા વધુ પેન્શન મળશે. તેમાં 17,280 રૂપિયા સુધીનો વધારો થઈ શકે છે.
ફિટમેન્ટ ફેક્ટર શું છે?
ફિટમેન્ટ ફેક્ટર એ એક એવી ગણતરી છે, જેનો ઉપયોગ સરકારી કર્મચારીઓના પગાર અને પેન્શનની ગણતરી કરવા માટે થાય છે. સરળ શબ્દોમાં કહીએ તો આ એક એવો નંબર છે જેનાથી કર્મચારીનો મૂળ પગાર ગુણાકાર કરવામાં આવે ત્યારે વધી જાય છે. એ જ રીતે તેનો કુલ પગાર પણ નક્કી થાય છે. જ્યારે નવું પગારપંચ રચાય છે ત્યારે આ ફેક્ટર બદલાય છે. આ ફેરફારને કારણે કર્મચારીઓનો મૂળ પગાર વધે છે અને તેમના અન્ય ભથ્થાં પણ વધે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT