ધો.12 પાસ વિદ્યાર્થીઓ માટે સરકારનો મોટો નિર્ણય, GCASમાં રજીસ્ટ્રેશનની તારીખ લંબાવાઈ
GCAS Registration: રાજ્યની 15 સરકારી યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીઓના હિતોને ધ્યાનમાં રાખીને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. BA, B.Com, B.Sc, BBA, BCA સહિતના પ્રોગ્રામ અને અન્ય પ્રોગ્રામમાં સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો GCAS (ગુજરાત કોમન એડમિશન સર્વિસિસ) પોર્ટલ મારફત પ્રવેશ અંગે રજિસ્ટ્રેશન પ્રક્રિયા 1 એપ્રિલથી શરૂ કરી હતી.
ADVERTISEMENT

કોલેજમાં એડમિશન માટે GCAS રજીસ્ટ્રેશનની તારીખ લંબાવાઈ
જોકે વેકેશન કે અન્ય કારણોસર તા. 28 મેની છેલ્લી તારીખ સુધીમાં 4,39,865 વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. તે પૈકી 2,63,115 વિદ્યાર્થીઓએ ફી ભરી છે. જોકે હજુ પણ ઘણા વિદ્યાર્થી રજિસ્ટ્રેશન/ફી ભરી શક્યા નથી. આ અંગે વિવિધ યુનિવર્સિટીઓ, કોલેજો અને વિદ્યાર્થીઓની રજૂઆત શિક્ષણ વિભાગને મળી હતી. આ બાબતે ગુજરાત રાજ્યના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણમંત્રી સમક્ષ રજૂઆત કરતા વિદ્યાર્થીઓના વ્યાપક હિત અને શિક્ષણની અગત્યની બાબત ધ્યાને લઈ તેમની સૂચના અનુસાર હવે GCAS (ગુજરાત કોમન એડમિશન સર્વિસિસ) પોર્ટલ મારફતે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 2 જૂન, રાત્રે 11.59 સુધી લંબાવવામાં આવે છે.
વિદ્યાર્થીઓને ઝડપથી ફોર્મ ભરી દેવા અનુરોધ
રાજ્ય ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓને આ તારીખ સુધીમાં અચૂક ફોર્મ તથા ફી ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. સરકાર દ્વારા જાહેર થયેલ કેલેન્ડર મુજબ વિદ્યાર્થીઓનો અભ્યાસક્રમ જૂનના અંતમાં શરૂ કરવાનો હોઈ આ તારીખ કોઈ પણ સંજોગોમાં લંબાવવામાં આવશે નહીં તેમ રાજ્ય ઉચ્ચ શિક્ષણ વિભાગની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.
ADVERTISEMENT
ADVERTISEMENT