Gandhinagar: ફોરેસ્ટ ગાર્ડના ઉમેદવારો માટે મોટા સમાચાર, આખરે જાહેર કરાયા Normalization માર્કસ; આ રીતે જુઓ
GSSSB Forest Guard Result 2024: ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષાના ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે.
ADVERTISEMENT
GSSSB Forest Guard Result 2024: ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષાના ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. આ પરીક્ષાના પરિણામ જાહેર થયા ત્યારથી જ ભરતી પર વિવાદ શરૂ થયો હતો. એટલું જ નહીં ઉમેદવારો દ્વારા ઉગ્ર આંદોલન પણ કરવામાં આવ્યું હતું. જેના પગલે ગૌણ સેવાએ ઉમેદવારોનો વિરોધ શાંત 8 ગણા ઉમેદવારોને બદલે 25 ગણા ઉમેદવારની યાદી બીજી યાદી જાહેર કરી અને સાથે જ નવું કટ-ઓફ લિસ્ટ પણ જાહેર કર્યું હતું. ત્યારબાદ આજ એટલે કે 9 ઓગસ્ટના રોજ કહેવામાં આવેલ તે પ્રમાણે ઉમેદવારોના માર્કસ જાહેર કરવામાં આવ્યા છે. ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષામાં દરેક ઉમેદવારના normaliastion માર્ક જાહેર કરવાની લિંક એક્ટિવ કરવામાં આવી છે.
જાણો કેવી રીતે માર્કસ જોઈ શકશે
- https://g26.digialm.com/EForms/loginAction.do subAction=ViewLoginPage&formId=87730&orgId=32791&app_seq_no=214008
- આપેલ લિંક પર ક્લિક કરો.
- ત્યારબાદ તમારો Confirmation Number દાખલ કરો અને નીચે PASSWORD માં તમારી જન્મતારીખ દાખલ કરો
- તેના પછી CAPTCHA કોડ દાખલ કરો અને સબમિટ બટન પર ક્લિક કરો
- હવે જે સ્ક્રીન દેખાશે તેમ તમારા normaliastion સાથેના માર્કસની માહિતી તમને મળી જશે
ફોરેસ્ટ ગાર્ડના ઉમેદવારો સામે સરકાર ઝૂકી?
ગઇકાલે ફોરેસ્ટમાં 25 ગણાની યાદી અત્યારે અને બીજા 25 ગણાં ઉમેદવારોની યાદી પછીથી તૈયાર રાખવા વનવિભાગના નાયબ સચિવનો ગૌણસેવાને પત્ર લખવામાં આવ્યો હતો. જેને ધ્યાને લઈને આજે તરત જ ગૌણ સેવાએ 25 ગણા ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરી દીધું છે અને તેની સાથે જ જિલ્લા પ્રમાણે જ કટઑફ પણ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારબાદ આજે normaliastion માર્કની યાદી પણ પ્રકાશિત કરવામાં આવી ગઈ છે.
જુઓ 25 ગણા ઉમેદવારની યાદી: View PDF
ADVERTISEMENT
જિલ્લા પ્રમાણે નવું કટ-ઓફ લિસ્ટ જાહેર
ફોરેસ્ટ ગાર્ડના ઉમેદવારોની શું માંગ છે?
થોડા દિવસ પહેલા એટલે કે પરિણામ જાહેર થયા પછી ફોરેસ્ટ ગાર્ડના ઉમેદવારો ગાંધીનગર શહેરના સેક્ટર 11 રામકથા મેદાન ખાત પહોંચ્યા હતા. જેને લઈ રામકથા મેદાન ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે જણાવ્યું કે, 2022 માં આ પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવી હતી. 823 પદ માટે 8 લાખ અરજીઓ થઈ હતી અને તેમાંથી 4 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. આ પરીક્ષા CBRT પદ્ધતિથી લેવાઇ હતી. જેમાં નોર્મલાઇઝેશન સિસ્ટમ એપ્લાય કરવામાં આવી હતી, વિદ્યાર્થીઓના માર્ક્સ જાહેર થવા જોઈએ તે અંગે ગૌણસેવા પસંદગી મંડળ દ્વારા ના પાડવામાં આવી છે, જેને લઈ ઉમેદવારોની માંગ છે કે નોર્મલાઇઝેશન પહેલાના અને પછીના માર્ક્સ જાહેર કરવામાં આવે, CBRT પદ્ધતિ સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવે અને સાથે જ જગ્યાઓ ખાલી છે એ જગ્યાઓમાં વધારો કરવામાં આવે.
ADVERTISEMENT
ADVERTISEMENT