ટેકનિકલ-પ્રોફેશનલ કોર્ષ થયા મોંઘા, રાજ્યની 101 કોલેજોમાં FRCએ ફી વધારો કર્યો, જુઓ આખું લિસ્ટ
College Fees: ગુજરાતમાં ટેકનિકલ અને પ્રોફેશનલ શિક્ષણ હવે વધુ મોંઘું થઈ ગયું છે. ટેકનિકલ ફી નિયમન કમિટીએ રાજ્યની પ્રોફેશનલ કોર્ષનું શિક્ષણ આપતી 101 ખાનગી કોલેજોના વર્તમાન ફીમાં 5 ટકાના ફી વધારાના માળખાની જાહેરાત કરી છે.
ADVERTISEMENT
College Fees: ગુજરાતમાં ટેકનિકલ અને પ્રોફેશનલ શિક્ષણ હવે વધુ મોંઘું થઈ ગયું છે. ટેકનિકલ ફી નિયમન કમિટીએ રાજ્યની પ્રોફેશનલ કોર્ષનું શિક્ષણ આપતી 101 ખાનગી કોલેજોના વર્તમાન ફીમાં 5 ટકાના ફી વધારાના માળખાની જાહેરાત કરી છે. જેમાં ઈજનેરી-ફાર્મસી, એમબીએ-એમસીએ, આર્કિટેક્ચર સહિતના વિવિધ કોર્ષની કોલેજોની વાર્ષિક ફીમાં 31500 હજારથી લઈને 3.6 લાખ સુધીની ફી નક્કી કરાઈ છે.
3 વર્ષ માટેનો ફી વધારો અપાયો
FRC દ્વારા જાહેર કરાયેલા 3 વર્ષના આ ફીના માળખામાં શૈક્ષણિક વર્ષ 2023-24, 2024-25 અને 2025-26ના વર્ષ માટે લાગુ પડશે. આ 101 કોલેજોની યાદી ફી રેગ્યુલર કમિટીની વેબસાઈટ પર મૂકવામાં આવી છે. આ અગાઉ 510 સંસ્થાઓને 5 ટકા સુધીનો ફી વધારો આપવામાં આવ્યો હતો. આમ 621 સંસ્થાઓને ફી નક્કી કરવા માટેની દરખાસ્ત મળી હતી, જોકે 10 જેટલી સંસ્થાઓએ નિયમ મુજબ એફિડેવિટ ન કર્યું હોવાથી તેમની ફી વધારવામાં આવી નહોતી.
સંસ્થા | 2023-24 | 2024-25 | 2025-26 |
એલ.જે ઈન્સ્ટીટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી | 84 હજાર | 89 હજાર | 94 હજાર |
ન્યૂ એલ.જે ઈન્સ્ટીટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી | 91 હજાર | 97 હજાર | 1.03 લાખ |
યુનાઈટેડ વર્લ્ડ પોલિટેકનિક, કર્ણાવતી યુનિવર્સિટી | 1.10 લાખ | 1.17 લાખ | 1.24 લાખ |
એલ.જે પોલિટેકનિક, અમદાવાદ | 52 હજાર | 52 હજાર | 54 હજાર |
ડિપાર્ટમેન્ટ ફાર્મા સાયન્સ, એલ.જે યુનિવર્સિટી, અમદાવાદ | 82 હજાર | 82 હજાર | 84 હજાર |
એલ.જે ઈન્સ્ટીટ્યૂટ ઓફ ફાર્મસી, સાણંદ, અમદાવાદ | 1.4 લાખ | 1.11 લાખ | 1.17 લાખ |
અદાણી યુનિવર્સિટી, ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ સાયન્સ | 1.97 લાખ | 2.09 લાખ | 2.21 લાખ |
એલ.જે ઈન્સ્ટીટ્યૂટ ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન (MBA) | 1.2 લાખ | 1.07 લાખ | 1.13 લાખ |
સ્કૂલ ઓફ આર્કિટેક્ચર, અનંત યુનિ. અમદાવાદ | 1.36 લાખ | 2.19 લાખ | 3.6 લાખ |
FRCએ ફી વધારી તે તમામ 101 કોલેજોની યાદી જોવા માટે અહીં ક્લિક કરો
ADVERTISEMENT
આ ફી વધારો મળ્યો તેમાં 22 ડિગ્રી એન્જિનિયરિંગની સંસ્થા, 20 ડીગ્રી ફાર્મસીની સંસ્થા, 6 ડિગ્રી આર્કિટેક્ચરની સંસ્થા, 11 ડિપ્લોમા એન્જિનિયરિંગની સંસ્થા, 1 ઈન્ટીગ્રેટેડ ડિપ્લોમા ડિગ્રી એન્જિનિયરિંગની સંસ્થા, 3 ડિપ્લોમા ફાર્મસીની સંસ્થા, 3 માસ્ટર ઓફ એન્જિનિયરિંગની સંસ્થા, 2 માસ્ટર ઓફ ફાર્મસીની સંસ્થા, 21 માસ્ટર ઓફ બિઝનેસ મેનેજમેન્ટની સંસ્થા, 10 માસ્ટર ઓફ કોમ્પ્યુટર એન્જિનિયરની સંસ્થા અને 2 માસ્ટર ઓફ પ્લાનિંગની સંસ્થા છે.
ADVERTISEMENT