CISF Constable Bharti: ધો.12 પાસ ઉમેદવારો માટે સરકારી નોકરીની સુવર્ણ તક,₹69,000 સુધીનો પગાર; જુઓ સંપૂર્ણ માહિતી

ADVERTISEMENT

CISF Constable Bharti
CISF Constable Bharti
social share
google news

CISF Constable Bharti 2024: જો તમે 12મું પાસ કર્યું છે અને સરકારી નોકરી શોધી રહ્યા છો, તો સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ (CISF) તમારા માટે એક સુવર્ણ તક લઈને આવ્યું છે. CISF એ કોન્સ્ટેબલ ફાયરમેનના પદ માટે અરજી પ્રક્રિયાઓ અંગે જાહેરનામું બહાર પડ્યું છે, જે મુજબ 31 ઓગસ્ટથી અરજી પ્રક્રિયા શરૂ થશે. આ પદો પર કામ કરવા ઈચ્છુક ઉમેદવારો પાસે 30મી સપ્ટેમ્બર સુધી અરજી કરવાનો સમય હશે.

કેટલી જગ્યા પર થશે ભરતી?

કોન્સ્ટેબલની પોસ્ટ માટે અરજી કરવા ઉમેદવારોએ સુરક્ષા દળની સત્તાવાર વેબસાઇટ cisfrectt.cisf.gov.in પર જઈને ઑનલાઇન મોડમાં અરજી કરવાની રહેશે. આ ભરતી અભિયાનમાં CISF દ્વારા કોન્સ્ટેબલની કુલ 1130 જગ્યાઓ ભરવામાં આવશે. આ માટે ઉમેદવારો પાસે 12માની માર્કશીટ હોવી જોઈએ અને તેઓ શારીરિક રીતે ફિટ હોવા જોઈએ. આ ભરતી માટે માત્ર પુરૂષ ઉમેદવારો જ અરજી કરવા પાત્ર છે. 

કોણ ફૉર્મ ભરી શકે છે?

CISF કોન્સ્ટેબલની જગ્યાઓ માટે અરજી કરનારા ઉમેદવારો માટે વિજ્ઞાન પ્રવાહ સાથે 12મું પાસ હોવું ફરજિયાત છે. અરજી કરવા માટે ઉમેદવારની ઉંમર 18 વર્ષથી 23 વર્ષની વચ્ચે હોવી જોઈએ. મહત્તમ વય મર્યાદામાં, OBC કેટેગરીના અરજદારોને 3 વર્ષની છૂટછાટ આપવામાં આવી છે અને SC અને ST કેટેગરીના ઉમેદવારોને 5 વર્ષની છૂટ આપવામાં આવી છે. ઉમેદવારો માટે શૈક્ષણિક લાયકાત ઉપરાંત શારીરિક લાયકાત પણ નિર્ધારિત કરવામાં આવી છે. પુરુષ ઉમેદવારો માટે 170 સે.મી.ની ઊંચાઈ હોવી ફરજિયાત છે. છાતી 80 સેમી હોવી જોઈએ અને વિસ્તરણ પછી તે 85 સેમી હોવી જોઈએ.

ADVERTISEMENT

કેવી રીતે અરજી કરવી:

  • CISF cisfrectt.cisf.gov.in ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો.
  • હોમ પેજ પર આપેલ લોગિન ટેબ પર ક્લિક કરો.
  • અહીં વિગતો દાખલ કરીને નોંધણી કરો.
  • દસ્તાવેજો અપલોડ કરો અને ફી ચૂકવ્યા પછી સબમિટ કરો.
  • ઘણી બધી જગ્યાઓ ખાલી છે

વાંચો સંપૂર્ણ નોટિફિકેશન: View PDF

કેટલો રહેશે પગાર?

કોન્સ્ટેબલની આ ભરતી યુપી, દિલ્હી, મધ્યપ્રદેશ, રાજસ્થાન, હરિયાણા, પંજાબ સહિત અન્ય તમામ રાજ્યો માટે કરવામાં આવી છે. બિન અનામત વર્ગ માટે 466 જગ્યાઓ રાખવામાં આવી છે. જ્યારે OBC ઉમેદવારો માટે 236 જગ્યાઓ અનામત છે. EwS કેટેગરીના ઉમેદવારો માટે 114 જગ્યાઓ નક્કી કરવામાં આવી છે. અનુસૂચિત જાતિની 153 જગ્યાઓ અને અનુસૂચિત જનજાતિની 161 જગ્યાઓ અનામત રાખવામાં આવી છે. આ ભરતી માટે લેખિત પરીક્ષા, શારીરિક કાર્યક્ષમતા કસોટી (PET), શારીરિક ધોરણ કસોટી (PST), દસ્તાવેજ ચકાસણી અને તબીબી પરીક્ષા લેવામાં આવશે. આ પોસ્ટ પર પગાર લેવલ-3 મુજબ આપવામાં આવશે. એટલે કે ઉમેદવારને રૂ. 21,700 થી રૂ. 69,100 સુધીનો પગાર મળી શકે છે.
 

    follow whatsapp

    ADVERTISEMENT