વર્ષમાં 2 વખત યોજાશે બોર્ડની પરીક્ષા, નવી પેટર્ન લાગુ કરશે CBSE; આવી મોટી અપડેટ
CBSE Board Exam : CBSE બોર્ડની પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. આવતા વર્ષની બોર્ડની પરીક્ષાની પેટર્નમાં ફેરફાર થઈ શકે છે.
ADVERTISEMENT
CBSE Board Exam : CBSE બોર્ડની પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. આવતા વર્ષની બોર્ડની પરીક્ષાની પેટર્નમાં ફેરફાર થઈ શકે છે. સરકારે હવે વર્ષમાં બે વખત બોર્ડની પરીક્ષા લેવાની તૈયારી શરૂ કરી દીધી છે. જોકે, હવે હાલ CBSE ધોરણ 12ની બોર્ડની પરીક્ષાને લઈને નીતિ નક્કી થઈ રહી છે. વર્તમાન સમયમાં ફેબ્રુઆરી-માર્ચમાં માત્ર એક જ CBSE બોર્ડની પરીક્ષા લેવામાં આવે છે, તેમાં ફેરફાર કરીને હવે વર્ષમાં બે વખત બોર્ડની પરીક્ષા લેવામાં આવશે, બીજી બોર્ડની પરીક્ષા જૂન મહિનામાં યોજવામાં આવશે.
ક્યારથી યોજાશે ધો.12ની 2 વખત પરીક્ષા?
વર્ષમાં બે વખત બોર્ડની પરીક્ષા યોજવાની દિશામાં સરકાર ખૂબ જ ઝડપથી આગળ વધી રહી છે. એવા સમાચાર છે કે નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક ફોર સ્કૂલ એજ્યુકેશન (NCFSE)ની ભલામણના આધારે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) 2026થી ધોરણ 12ની બે વખત પરીક્ષા યોજવા પર વિચારી રહી છે. અત્યાર સુધી ધોરણ 12માં કોઈ પણ વિષયમાં ફેલ થયેલા વિદ્યાર્થીને માત્ર એક વિષયમાં સપ્લીમેન્ટ્રી એક્ઝામ આપવાનો મોકો મળતો હતો. વિદ્યાર્થીઓ તે વિષયની પરીક્ષા જુલાઈમાં આપી શકતા હતા. પરીક્ષામાં ફેલ થયેલા વિદ્યાર્થીઓ જેમના પરિણામમાં કમ્પાર્ટમેન્ટ આવેલ હોય તેવા વિદ્યાર્થીઓ પણ સપ્લીમેન્ટ્રી એક્ઝામ આપી શકતા હતા. પરંતુ હવે આખા શેડ્યૂલમાં ફેરફાર કરીને વિદ્યાર્થીઓને સીધા જૂનમાં સેકેન્ડ બોર્ડ પરીક્ષામાં બેસવાની તક મળશે. બીજીવાર જુનમાં યોજનારી બીજી પરીક્ષામાં તેઓ તેમની પંસદના કોઈ પણ વિષય અથવા તમામ વિષયોની પરીક્ષા બીજીવાર આપી શકશે.
બીજી વખત બોર્ડની પરીક્ષા જૂનમાં લેવાશે
પ્રાપ્ત રિપોર્ટ અનુસાર, શિક્ષણ મંત્રાલયે CBSE બોર્ડને કહ્યું છે કે તે વર્ષમાં બે વખત બોર્ડ પરીક્ષાઓ યોજવા માટે પ્રસ્તાવ તૈયાર કરે. આ યોજના 2026થી લાગુ થશે. જોકે, સરકારે હજુ સુધી એ નક્કી નથી કર્યું કે બે વખત પરીક્ષા કેવી રીતે લેવામાં આવશે, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે બીજી પરીક્ષામાં જૂનમાં યોજવામાં આવી શકે છે. વર્તમાન સમયમાં જે ફોર્મુલા લાગું છે તે મુજબ ધોરણ 12ના વિદ્યાર્થીઓ ફેબ્રુઆરી-માર્ચમાં બોર્ડની પરીક્ષા આપે છે અને મે મહિનામાં તેમના રિઝલ્ટ જાહેર કરવામાં આવે છે. રિઝલ્ટ જાહેર થયા બાદ બોર્ડની પરીક્ષામાં નાપાસ થયેલા વિદ્યાર્થી જુલાઈમાં સપ્લીમેન્ટ્રી એક્ઝામ (પૂરક પરીક્ષા)/કંપાર્ટમેન્ટ પરીક્ષા આપીને તેમના રિઝલ્ટમાં સુધારો કરે છે.
ADVERTISEMENT
CBSE: આ વર્ષે 15 જુલાઈએ યોજાઈ હતી પૂરક પરીક્ષા
વર્ષ 2024, એટલે કે આ વર્ષે પૂરક પરીક્ષા 15 જુલાઈએ યોજાઈ હતી, સૂત્રોના જણાવ્યા અનુસાર, નવી ફોર્મ્યુલામાં બીજીવાર બોર્ડ પરીક્ષા મે મહિનામાં પરિણામ જાહેર થયા બાદ લગભગ 15 દિવસ બાદ લેવામાં આવશે અને ત્યાર બાદ 1 મહિનાની અંદર બોર્ડ પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવશે. બીજીવાર આયોજિત થયેલી બોર્ડ પરીક્ષાનું પરિણામ ઓગસ્ટમાં જાહેર કરવામાં આવશે.
ADVERTISEMENT