CBSE Board 12th Result topper Marksheet: IAS Tina Dabi ને પ્રેરણા બનાવી તનુજાએ CBSE માં કર્યું કમાલ, જુઓ માર્કશીટ

ADVERTISEMENT

CBSE Board 12th Result topper Marksheet
IAS Tina Dabi જેવુ બનવાનું સપનું
social share
google news

CBSE 2024 Class 12th Toppers Marksheet: જેસલમેરની તનુજા ખત્રી, જે 2016 બેચના UPSC ટોપર અને જેસલમેરના પૂર્વ જિલ્લા કલેક્ટર ટીના ડાબી (IAS Tina Dabi) થી પ્રેરણા લઈને 12માં કમાલ કરી હતી. તનુજાએ દિલમાં IAS બનવાનું સપનું લઈને તેના અભ્યાસમાં ખૂબ જ મહેનત કરી, ધોરણ 12 માં 97% માર્ક્સ મેળવીને જેસલમેરમાં ટોપ કર્યું અને ધો. 10 માં 92 ટકા માર્ક્સ મેળવ્યા છે. તનુજા કહે છે કે તે સિવિલ સર્વિસમાં જોડાઈને દેશની સેવા કરવા માંગે છે.

IAS Tina Dabi જેવુ બનવાનું સપનું 

CBSE 12મા જિલ્લામાં ટોપ કરનાર તનુજાના પિતા સ્પેરપાર્ટ્સની દુકાન ચલાવે છે. તેની માતા સ્નાતક છે. બંનેને તેમની દીકરીની આ સિદ્ધિ પર ખૂબ ગર્વ છે. તનુજાએ જણાવ્યું કે, જ્યારે તેને 10મા 92 ટકા માર્ક્સ (CBSE Board Result) મળ્યા ત્યારે તે પણ તેના માટે સામાન્ય હતું. ટીના ડાબી જ્યારે જેસલમેરમાં 2016 બેચની UPSC ટોપર કલેક્ટર હતી, ત્યારે મારા મનમાં એક જ સપનું આવ્યું કે Tina Dabi જેવુ બનવું છે. તેમની કામ કરવાની રીત, બોલવાની રીત, કલેક્ટરની વર્તણૂક, તેમના જીવન વિશે વાંચીને મારા મગજમાં એક વાત આવી કે મારે તેમના જેવું બનવું છે. તનુજા કહે છે કે, ટીના ડાબીની જેમ કલેક્ટર બનવાનું સપનું જોયા પછી તેણે પોતાની મહેનત બમણી કરી દીધી.

CBSE 10th Topper 2024: ધો.10ની પરીક્ષામાં આવ્યા 100 ટકા માર્ક્સ, નેશનલ ટોપરે જણાવ્યું સફળતાનું સિક્રેટ

તનુજાનો સફળતાનો મંત્ર

તનુજા પહેલા દિવસમાં 4 કલાક અભ્યાસ કરતી હતી, પરંતુ ટીના ડાબીની પ્રેરણાથી તેણે દિવસમાં 6 કલાક અભ્યાસ કરવાનું શરૂ કર્યું. તેમણે કહ્યું કે, મોબાઈલ ફોન અને ટીવીને બાજુ પર રાખીને મેં મારો અભ્યાસ ચાલુ રાખ્યો. CBSE 12માં આર્ટસ લીધું અને અભ્યાસ કર્યા બાદ જિલ્લામાં ટોપ કર્યું હતું.

ADVERTISEMENT

જુઓ તનુજાની Marksheet

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT