BSFમાં ASI, હેડ કોન્સ્ટેબલ સહિતની 1500થી વધુ જગ્યાઓ પર ભરતી, 12 પાસ પણ કરી શકશે અરજી

ADVERTISEMENT

ફાઈલ તસવીર
BSF Bharti
social share
google news

BSF Recruitment 2024: બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)માં સરકારી નોકરીનું સ્વપ્ન જોનારા યુવાનો માટે મોટા સમાચાર છે. BSF એ આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર (ASI- સ્ટેનોગ્રાફર) અને હેડ કોન્સ્ટેબલ (મિનિસ્ટ્રીયલ) ની જગ્યાઓ માટે બમ્પર ભરતીની જાહેરાત કરી છે. આ ભરતીમાં જોડાવા માંગતા તમામ ઉમેદવારો માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા ચાલી રહી છે.

અરજી BSFની ઓફિશિયલ વેબસાઈટ rectt.bsf.gov.in ની મુલાકાત લઈને ફક્ત ઓનલાઈન મોડ દ્વારા જ કરી શકાશે. ફોર્મ ભરતા પહેલા, ઉમેદવારોએ એકવાર નિર્ધારિત પાત્રતા તપાસવી આવશ્યક છે.

ભરતીની વિગતો

આ ભરતીના માધ્યમથી BSF કુલ 1526 ખાલી જગ્યાઓ પર ભરતી કરશે. તેમાંથી CRPFમાં 303 પોસ્ટ, બીએસએફમાં 319 પોસ્ટ, આઈટીબીપીમાં 219 પોસ્ટ, સીઆઈએસએફમાં 642 પોસ્ટ, એસએસબીમાં 8 અને આસામ રાઈફલ્સમાં 35 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.

ADVERTISEMENT

યોગ્યતા અને શૈક્ષણિક લાયકાત

આ ભરતીમાં ભાગ લેવા માટે, ઉમેદવારોએ માન્ય બોર્ડમાંથી 10+2 પાસ કરેલ હોવું જરૂરી છે. સ્ટેનોગ્રાફરની જગ્યાઓ માટે પણ સ્ટેનોગ્રાફી સ્કીલ્સની માંગણી કરવામાં આવશે. આ સાથે ઉમેદવારની ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ અને વધુમાં વધુ ઉંમર 25 વર્ષ હોવી જોઈએ. વિગતવાર માહિતી સાથે યોગ્યતા અને માપદંડ વિશેની માહિતી વેબસાઈટ પર ઉપલબ્ધ કરાવાઈ છે.

તમે કેવી રીતે અરજી કરી શકો છો?

આ ભરતી માટે અરજી કરવા માટે, તમારે પહેલા સત્તાવાર વેબસાઇટ rectt.bsf.gov.in પર જવું પડશે અને ભરતી સંબંધિત અરજી માટેની લિંક પર ક્લિક કરવું પડશે. આ પછી, તમારે જરૂરી વિગતો ભરીને નોંધણી કરવી પડશે અને પછી અન્ય વિગતો ભરીને ફોર્મ પૂર્ણ કરવું પડશે. છેલ્લે તમારે નિયત ફી ભરીને ફોર્મ સબમિટ કરવાનું રહેશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT