સરકારી કર્મચારીઓ માટે Big News, 18 મહિનાના DA એરિયર પર સરકારે આપ્યો ફાઈનલ જવાબ

ADVERTISEMENT

DA hike news
સરકારી કર્મચારીઓ માટે મહત્વના સમાચાર
social share
google news

DA hike news: 18 મહિનાના બાકી DA એરિયર્સની આતુરતાપૂર્વક રાહ જોઈ રહેલા કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. બજેટ પહેલા સરકારને DA એરિયર આપવાને લઈને 2 દરખાસ્તો મળી હતી. વાસ્તવમાં કોરોનાકાળમાં સરકારે જાન્યુઆરી 2022થી 2021 મોંઘાવારી ભથ્થું (Dearness Allowance -DA) વધાર્યું ન હતું. કર્મચારીઓ લાંબા સમયથી આ 18 મહિનાના DA એરિયર્સની રાહ જોઈ રહ્યા છે. હજુ સુધી 18 મહિનાનું બાકીનું એરિયર મળ્યું નથી. હવે કોવિડ 19 સમયે રોકવામાં આવેલા 18 મહિનાના મોંઘવારી ભથ્થાના એરિયર પર નાણા મંત્રાલયે પોતાનો ફાઈનલ જવાબ આપી દીધો છે. 

ચોમાસું સત્ર દરમિયાન DAને લઈને પૂછાયા પ્રશ્નો

ચોમાસુ સત્ર દરમિયાન આ મામલે પૂછવામાં આવેલા પ્રશ્નોના નાણા રાજ્યમંત્રીએ લેખિતમાં જવાબ આપ્યા છે. ચોમાસુ સત્ર દરમિયાન પૂછાયેલા સવાલના જવાબમાં નાણા મંત્રાલયે મોંઘવારી ભથ્થા (DA) અને મોંઘવારી રાહત (DR)ની બાકી રકમ ચૂકવવાનો ઈન્કાર કરી દીધો છે.  

18 મહિનાના DA એરિયર પર સવાલ પૂછાયા?

ચોમાસુ સત્ર દરમિયાન પૂછવામાં આવ્યું હતું કે, શું  સરકાર કોવિડ પ્રકોપ દરમિયાન રોકવામાં આવેલા કેન્દ્રીય સરકારી કર્મચારીઓ/પેન્શન ભોગીઓના 18 મહિનાના મોંઘવારી ભથ્થા/રાહતને આપવા પર સક્રિય રીતે વિચારી રહી છે? જો હા, તો તે અંગે શું વિગતો છે? અને જો ના, તો દુનિયામાં ત્રીજી મોટી અર્થવ્યવસ્થા હોવા છતાં તે ન આપવા પાછળનું શું કારણ શું છે. આ સાથે એવું પણ પૂછવામાં આવ્યું હતું કે, વર્ષ 2024થી આજની તારીખ સુધી આ મામલે મળેલી રજૂઆતોની વિગતો શું છે અને તેના પર રજૂઆતોને ધ્યાનમાં લઈ શું કાર્યવાહી થઈ છે?

ADVERTISEMENT

નાણા મંત્રાલયે જવાબ આપ્યો

આ પ્રશ્નોના જવાબ આપતા નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે, 18 મહિનાના મોંઘવારી ભથ્થા/રાહતને આપવા પર સરકાર કઈ વિચારી રહી નથી. જેથી તેની વિગતોને લઈને કોઈ સવાલ જ નથી ઉઠતો. કેન્દ્ર સરકારના કર્મચારીઓ, પેન્શનર્સને 01.01.2020, 01.07.2020 અને 01.01.2021 થી ચૂકવવા પાત્ર મોંઘવારી ભથ્થા (DA)/મોંઘવારી રાહત (DR)ના ત્રણ હપ્તાને રોકવાનો નિર્ણય કોવિડ 19 કે જેનાથી આર્થિક નુકસાન થયું હતું તે સંદર્ભમાં લેવાયો હતો જેથી કરીને સરકારી નાણા વ્યવસ્થા પર દબાણ ઓછું કરી શકાય. વર્ષ 2024 દરમિયાન NCJCM સહિત સરકારી કર્મચારીઓના સંઘો તરફથી અનેક રજૂઆતો મળી છે. 

તેમણે જણાવ્યું હતું કે, 2020માં વૈશ્વિક મહામારીની પ્રતિકૂળ નાણાકીય પ્રભાવ અને સરકાર દ્વારા કરાયેલા કલ્યાણકારી ઉપાયોના ભંડોળ પર નાણાકીય વર્ષ 2020-21 બાદ પણ રાજકોષીય નુકસાન થઈ રહ્યું હતું આથી મોંઘવારી ભથ્થા/મોંઘવારી રાહતની બાકી રકમને ચૂકવવા પાત્ર ગણવામાં આવી નહતી. 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT