Gandhinagar: ફોરેસ્ટની પરીક્ષાના ઉમેદવાર માટે મોટા સમાચાર, વિવાદ બાદ ગૌણ સેવાના અધ્યક્ષે કરી ખાસ જાહેરાત
GSSSB Forest Guard Result: આજે ગૌણ સેવાના અધ્યક્ષ હસમુખ પટેલ દ્વારા ઉમેદવારના હિતમાં એક મોટી જાહેરાત કરવામાં આવી છે, તેમણે ટ્વિટર દ્વારા આ માહિતી આપી છે.
ADVERTISEMENT
GSSSB Forest Guard Result: ગુજરાતમાં ગૌણ સેવા ભરતી બોર્ડથી લઈને GPSC સુધીની તમામ પરીક્ષાઓ છબરડાં સામે આવતા વિવાદમાં રહેતી હોય છે. એમાં પણ ખાસ કરીને ગૌણ સેવા પસંદગી મંડળની અનેક પરીક્ષાઓ વિવાદોમાં જ રહે છે, જ્યારે વધુ એક પરીક્ષાના પરિણામ બાદ વિવાદ થયો હતો. આપણે વાત કરી રહ્યા છીએ ફોરેસ્ટ બીટ ગાર્ડની 823 જગ્યા માટે યોજાયેલી પરીક્ષાની કે જે CBRT (Computer Based Recruitment Test) પદ્ધતિથી યોજાઇ હતી. જેને લઈ ઉમેદવારો દ્વારા CBRT પદ્ધતિને નાબૂદ કરવા અને ભરતીમાં નોર્મલાઈઝેશન કર્યા બાદ તમામ ઉમેદવારોના માર્કસ જાહેર કરવા માગ કરી હતી.
ફોરેસ્ટના ઉમેદવારો માટે મોટા સમાચાર
ગઈકાલે ઉમેદવારો દ્વારા ગૌણ સેવાનો ઘેરાવો થયા બાદ જ આજે ગૌણ સેવાના અધ્યક્ષ હસમુખ પટેલ દ્વારા ઉમેદવારના હિતમાં એક મોટી જાહેરાત કરવામાં આવી છે, તેમણે ટ્વિટ કરતાં જણાવ્યું છે કે ફોરેસ્ટગાર્ડની પરીક્ષાના ઉમેદવારો માટે માર્ક્સ અને નોર્મલાઇસડમાર્ક્સ જોઇ શકે તેવી લિંક તા. 6 ઓગસ્ટ સાંજે 5 વાગ્યાથી શરૂ કરવામાં આવશે. 823 ઉમેદવારોની પસંદગી કરવા 8 ગણાની PFT બાદ તરતો તરત 40ગણા સુધીની PFT કરી શકાય. શું આ પ્રકારનો નિર્ણય આ વિવાદ વધારે ન સર્જાય ટે માટે કરવામાં આવ્યો છે કે શું? હવે તે પણ ઉમેદવારો દ્વારા સવાલ કરવામાં આવી રહ્યો છે.
ઉમેદવારોનો વિરોધ
યુવા નેતા યુવરાજસિંહની આગેવાની હેઠળ 100થી વધુ ઉમેદવારો ગઇકાલે ગૌણ સેવા મંડળની ઓફિસે પોતાનો પક્ષ રાખવા માટે પહોંચ્યા હતા. આ મામલે યુવા નેતાનો વિરોધ CBRT પદ્ધતિ દ્વારા લેવામાં આવતી પરીક્ષાને લઈને છે. આ પદ્ધતિને લઈ તેમણે ખામી દર્શાવતા કહ્યું કે, TCS કે અન્ય પ્રાઇવેટ એજન્સી દ્વારા જે કોન્ટ્રાક્ટ ધોરણે કામ આપવામાં આવે છે તેમાં તેને ગુજરાતી ભાષાનો કોઈ અનુભવ જ નથી જેથી જે પેપર સેટ કરવાનું અને પેપર ચેક કરવા માટેનું જે કામ સોંપવામાં આવે છે તેમાં સૌથી વધુ ભાષાંતર ની ભૂલો જોવા મળે છે. ગૂગલ ટ્રાન્સલેશન કે અન્ય કોઈ એપ્લિકેશન નો ઉપયોગ કરી ભાષાંતર કરવામાં આવે છે, જેને કારણે જે ભાવાનુવાદ થવું જોઈએ તે થતું નથી. સાથે જ બીજી મુશ્કેલી ગણાવતા તેમણે કહ્યું કે, એકથી વધારે શિફ્ટ માં જે પેપર લેવામાં આવે છે તેમાં પ્રશ્નોનું સ્તર જળવાતું નથી, કોઈ પેપર ખૂબ સહેલા નીકળે છે અને કોઈ પેપર ખૂબ અથરા નીકળે છે. પછી નોરમોલાઈઝેશન મેથડ ઉપયોગ કરી જે મેરીટ યાદી તૈયાર કરવામાં આવે છે તેમાં ગુણભાર ચોક્કસાઈથી માપી શકાતું નથી. માટે આ CERT પદ્ધતિ દૂર થવી જોઈએ.
ADVERTISEMENT
વનરક્ષકનું જિલ્લા પ્રમાણે મેરીટ
સૌથી વધારે કટ ઓફ- સુરત-177
સૌથી ઓછુ કટ ઓફ -ગીર સોમનાથ-146
ADVERTISEMENT
ADVERTISEMENT
CCE નું પરિણામ ક્યારે આવશે?
ફોરેસ્ટ ગાર્ડ પછી ગૌણ સેવાની તૈયારી કરતાં ઉમેદવારોનો સૌથી મોટો સવાલ CCE નું પ્રાથમિક કસોટીનું પરિણામ ક્યારે જાહેર થશે. આ પરીક્ષાની ફાઇનલ આન્સર કી મંડળ દ્વારા જાહેર કરવામાં આઈ ગઈ છે અને મલ્ટી માહિતી અનુસાર, આ મહિનાના અંત પહેલા પરિણામ જાહેર થવાની પણ સંભાવના છે અને એવું પણ માનવવામાં આવી રહ્યું છે કે મુખ્ય પરીક્ષા ઓકટોબર અથવા નવેમ્બરમાં યોજાય શકે છે. ગુજરાત ગૌણ સેવા, વર્ગ-3 (ગ્રુપ-A તથા ગ્રુપ-B) ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા (( Gujarat Subordinate Services Class-III (Group-A and Group-B) Combined Competitive Examination ) તા. ૦૧/૦૪/૨૦૨૪ થી તા. ૨૦/૦૫/૨૦૨૪ દરમિયાન CBRT (Computer Based Response Test) પધ્ધતિથી યોજવામાં આવેલ હતી.
ADVERTISEMENT