Heat Wave Alert: ગુજરાતમાં આકરી ગરમી ટ્યુશન ક્લાસિસો-શૈક્ષણિક સંસ્થાઓ માટે લેવાયો મોટો નિર્ણય
Gujarat Heat Wave: ગુજરાતમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. ગરમીનો પારો અમદાવાદમાં 46 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. બપોરના સમયે રસ્તાઓ સુમસામ જોવા મળી રહ્યા છે. ત્યારે શૈક્ષણિક કાર્યને લઈને વિદ્યાર્થીઓના હિતમાં ટ્યુશન ક્લાસિસ અને શૈક્ષણિક સંસ્થાઓ માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.
ADVERTISEMENT
Gujarat Heat Wave: ગુજરાતમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. ગરમીનો પારો અમદાવાદમાં 46 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. બપોરના સમયે રસ્તાઓ સુમસામ જોવા મળી રહ્યા છે. ત્યારે શૈક્ષણિક કાર્યને લઈને વિદ્યાર્થીઓના હિતમાં ટ્યુશન ક્લાસિસ અને શૈક્ષણિક સંસ્થાઓ માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતમાં આગામી 5 દિવસ શૈક્ષણિક સંસ્થાઓમાં બપોરે 12થી 4 શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો નિર્ણય ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન ગુજરાત દ્વારા લેવામાં આવ્યો છે.
5 દિવસ ટ્યુશન ક્લાસિસ બંધ રહેશે
આ અંગે ગુજરાત ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશનના પ્રમુખ હેમાંગ રાવલે જણાવ્યું હતું કે, સતત વધી રહેલી ગરમીને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓના હિતમાં આગામી 5 દિવસ ટ્યુશન ક્લાસિસ બપોરે 12થી 4 વાગ્યા સુધી બંધ રહેશે. શૈક્ષણિક સંસ્થાઓમાં બપોરે 12થી 4 શૈક્ષણિક કાર્ય બંધ રાખવામાં આવશે. ખાસ છે કે આ સંસ્થાના અમદાવાદની સાથે સુરત, વડોદરા, રાજકોટ, જૂનાગઢ, જામનગર તથા ભાવનગરમાં પણ સદસ્યો આવેલા છે.
ગુજરાતમાં રેડ-ઓરેન્જ એલર્ટ
ઉલ્લેખનીય છે કે, અમદાવાદ અને ગાંધીનગરમાં આજે હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે, તો આણંદ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, સુરત, વલસાડ, ખેડા, પંચમહાલ, અરવલી, અમરેલી, છોટાઉદેપુર, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, બોટાદ, જૂનાગઢ, કચ્છ, ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ADVERTISEMENT
ADVERTISEMENT