Ahmedabad Jobs: અમદાવાદમાં જોબ ફેરનું આયોજન, જાણો ઈન્ટરવ્યૂનો સમય અને સ્થળ

ADVERTISEMENT

Ahmedabad Job Fair
Ahmedabad Job Fair
social share
google news

Ahmedabad Rojgar Melo: અમદાવાદમાં નોકરી શોધતા યુવાઓ માટે સારી ખબર છે. આવતીકાલે 11 જૂનના રોજ શહેરમાં જોબ ફેર યોજાવા જઈ રહ્યો છે. જેમાં જુદી જુદી જગ્યાઓ પર ઉમેદવારોને ઈન્ટરવ્યૂના આધારે નોકરી ઓફર કરવામાં આવશે. આ ભરતી મેળો શહેરના અસારવામાં સ્થિતિ બહુમાળી ભવનમાં મદદનીશ નિયામક રોજગારની કચેરીમાં યોજાશે. મંગળવારે સવારે 10 વાગ્યે 250 જેટલી પોસ્ટ પર આ ભરતી મેળો યોજાશે.

કોણ-કોણ આપી શકશે ઈન્ટરવ્યૂ?

અમદાવાદ જિલ્લાની 9 જેટલી અગ્રણી કંપનીઓ આ જોબ ફેરમાં ભાગ લેવાની છે અને પસંદગી પામનારા ઉમેદવારોને 1.5 લાખથી 3 લાખ સુધીના વાર્ષિક પગારના જોબ પેકેજ ઓફર કરશે. આ માટે ધો. 9 પાસથી લઈને 10, 12 પાસ અને ગ્રેજ્યુએટ તથા ITI, BE સિવિલ એન્જિનિયર, મિકેનિકલ એન્જિનિયર, ઈલેક્ટ્રિકલ એન્જિનિયર અને ઓટોકેડની જાણકારી ધરાવતા ઉમેદવારો પણ અરજી કરી શકશે. 

ઈન્ટરવ્યૂનો સમય અને સ્થળ

નોકરી માટે ઈન્ટરવ્યૂ આપવા ઈચ્છતા ઉમેદવારોએ 11મી જૂને સવારે 11 વાગ્યે અસારવા બહુમાળી ભવનમાં બ્લોક-ડી પ્રથમ માળે, ગિરધરનગર બ્રિજ પાસે, મંગળવારે સવારે 10 વાગ્યે ઉપસ્થિત રહેવાનું રહેશે. નોંધનીય છે કે, સર્વિસ સેક્ટર, મેન્યુફેક્ચર સેક્ટર સહિતની કંપનીઓ દ્વારા નોકરીની ભરતી કરવામાં આવી રહી છે. 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT