શૈક્ષણિક કાર્ય બંધ...હોસ્ટેલ ખાલી કરાવાઈઃ ગુજરાતની આ યુનિવર્સિટીએ કેમ લીધો મોટો નિર્ણય?
Gandhinagar News: ગાંધીનગર ખાતે આવેલી ગુજરાત નૅશનલ લો યુનિવર્સિટીના સંચાલકો દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત નૅશનલ લો યુનિવર્સિટીમાં શૈક્ષણિક કાર્ય બંધ કરાયું છે, તો ગર્લ્સ અને બોયસ હોસ્ટેલ પણ ખાલી કરાવવામાં આવી છે.
ADVERTISEMENT
Gandhinagar News: ગાંધીનગર ખાતે આવેલી ગુજરાત નૅશનલ લો યુનિવર્સિટીના સંચાલકો દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત નૅશનલ લો યુનિવર્સિટીમાં શૈક્ષણિક કાર્ય બંધ કરાયું છે, તો ગર્લ્સ અને બોયસ હોસ્ટેલ પણ ખાલી કરાવવામાં આવી છે. યુનિવર્સિટીમાં ચુડવેલ જીવાંતનો ઉપદ્રવ વધી જતાં 31 જુલાઈ સુધી ઓનલાઈન શિક્ષણ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
કેમ્પસમાં ચૂડવેલનો ઉપદ્રવ વધ્યો
ગાંધીનગરની સ્થિત ગુજરાત નૅશનલ લો યુનિવર્સિટીના GNLU કેમ્પસમાં અચાનક જ ચૂડવેલનો ઉપદ્રવ વધી ગયો હતો. ગર્લ્સ અને બોયસ હોસ્ટેલ સહિતના સમગ્ર કેમ્પસમાં ચૂડવેલનો ઉપદ્રવ વધી ગયો હતો. જે બાદ યુનિવર્સિટી પ્રશાસન દ્વારા ગર્લ્સ અને બોયસ હોસ્ટેલ સહિત સમગ્ર કેમ્પસમાં પેસ્ટી સાઈડની ટ્રીટમેન્ટ કરાવવામાં આવી હતી.
31 જુલાઈ સુધી ઓનલાઈન શિક્ષણ અપાશે
છતાં ચૂડવેલ ઉપર નિયંત્રણ ન આવતા વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી પ્રશાસનને ફરિયાદ કરી હતી. જે બાદ હવે ગુજરાત નૅશનલ લો યુનિવર્સિટીની ગર્લ્સ અને બોયસ હોસ્ટેલ ખાલી કરાવવામાં આવી છે અને 31 જુલાઈ સુધી ઓનલાઇન શિક્ષણ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT