ગજબનો પ્રેમઃ શિક્ષકની બદલી થતાં 133 વિદ્યાર્થીઓએ પણ છોડી દીધી સ્કૂલ અને પછી...
Teacher-Student Love: શિક્ષક-વિદ્યાર્થી વચ્ચેનો સંબંધ ખૂબ જ પવિત્ર હોય છે. જેમાં ત્યાગ, સમર્પણ, પ્રેમ અને અનુશાસનનું એવું મિશ્રણ હોય છે કે સંબંધોની સુવાસ જીવનભર મહેકતી રહે છે.
ADVERTISEMENT
Teacher-Student Love: શિક્ષક-વિદ્યાર્થી વચ્ચેનો સંબંધ ખૂબ જ પવિત્ર હોય છે. જેમાં ત્યાગ, સમર્પણ, પ્રેમ અને અનુશાસનનું એવું મિશ્રણ હોય છે કે સંબંધોની સુવાસ જીવનભર મહેકતી રહે છે. શિક્ષક-વિદ્યાર્થીના સંબંધોની વચ્ચે કેવા પ્રકારનો પ્રેમ હોઈ શકે છે, તેનો એક જોરદાર કિસ્સો હૈદરાબાદથી સામે આવ્યો છે. તેલંગાણામાં એક સરકારી શિક્ષક માટે બાળકોએ જે કર્યું છે, તેના વિશે જાણીને તમે પણ ચોંકી જશો.
કે.જે શ્રીનિવાસની થઈ હતી બદલી
હૈદરાબાદમાં એક સરકારી શિક્ષક કે.જે શ્રીનિવાસ (ઉં.વ 53)ની બદલી કરવામાં આવી હતી. જોકે, શિક્ષક દિવસ પહેલા જ વિદ્યાર્થીઓએ તેમના શિક્ષકને મોટી ગિફ્ટ આપી.
ચાલો જાણીએ શું છે મામલો?
હૈદરાબાદના 53 વર્ષીય શિક્ષક કે.જે શ્રીનિવાસ પોન્નાકલ ગામની સરકારી સ્કૂલમાં ભણાવતા હતા. 1 જુલાઈના રોજ તેમની બદલી કરવામાં આવી હતી. બાળકોએ તેમને રોકવાનો ઘણો પ્રયાસ કર્યો, પરંતુ તેમને સરકારી આદેશનું પાલન કરવું પડ્યું હતું, જ્યારે શિક્ષક શાળા છોડીને જવા લાગ્યા ત્યારે બાળકોએ સ્કૂલનો ગેટ પણ બંધ કરી દીધો અને રડવા લાગ્યા. જોકે, શિક્ષકે વિદ્યાર્થીઓને પ્રેમથી સમજાવ્યા અને પછી ત્યાંથી જતા રહ્યા. જે બાદ જે બન્યું તેના વિશે કોઈએ કલ્પના પણ નહીં કરી હોય.
ADVERTISEMENT
શિક્ષક દિને 133 વિદ્યાર્થીઓએ છોડી સ્કૂલ
વિદ્યાર્થીઓએ ઘરે જઈને તેમના માતા-પિતાને શિક્ષક કે.જે શ્રીનિવાસની બદલીની વાત કહી અને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે હવે અમે આ સ્કૂલમાં નહીં ભણીએ, અને જે સ્કૂલમાં શિક્ષકની બદલી થઈ છે ત્યાં જઈને ભણીશું. જે બાદ બે દિવસમાં એકથી પાંચ સુધીના 250થી વધુ વિદ્યાર્થીઓમાંથી 133 વિદ્યાર્થીઓએ નવી સ્કૂલમાં એડમિશન લીધું. જે તેમની જૂની સ્કૂલથી ત્રણ કિલોમીટર દૂર હતી.
શિક્ષકે શું કહ્યું?
આ ઘટના બાદ શિક્ષક શ્રીનિવાસે જણાવ્યું કે, આ દર્શાવે છે કે માતા-પિતા મારા પર કેટલો ભરોસો કરે છે. મેં માત્ર મારી ક્ષમતા મુજબ તેમના બાળકોને ભણાવવાની મારી ફરજ નિભાવી છે. તેમને મારી ભણાવવાની રીત પસંદ આવી છે. જોકે, હવે સરકારી સ્કૂલોમાં સારી સુવિધાઓ છે, તેથી હું માતા-પિતાને તેનો લાભ ઉઠાવવા માટે વિનંતી કરીશ.
ADVERTISEMENT
સ્થાનિકો કરી રહ્યા છે વખાણ
બધા શિક્ષક શ્રીનિવાસના વખાણ કરી રહ્યા છે. સ્થાનિકોએ છેલ્લા 12 વર્ષોમાં શ્રીનિવાસના યોગદાનને યાદ કર્યું, ખાસ કરીને તેમના પ્રયાસો અને પ્રેરણાથી સ્કૂલમાં બાળકોની સંખ્યા 32થી વધીને 250 થઈ હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT