વડોદરા: કરનાળી કાલિકા માતા મંદિરના સાધુઓની લંપટલીલાના વીડિયો વાયરલ, સમગ્ર પંથકમાં ચકચાર

ADVERTISEMENT

gujarattak
social share
google news

Vadodara News: ડભોઈના કરનાળી ખાતે આવેલા કાલિકા માતાના મંદિરના 3 હિન્દી ભાષી સાધુઓ વિવાદમાં સપડાયા છે. આ ત્રણેય સાધુઓની લંપટ લીલાના વીડિયો વાયરલ થતાં સ્થાનિકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. મહત્વનું છે કે, આ ત્રણેય લંપટ સાધુઓમાંથી બે સાધુઓની તાજેતરમાં જ કુબેર ભંડારીના ટ્રસ્ટી તરીકે નિમણૂંક કરવામાં આવી છે.

સાધુએ પ્રેમિકા સાથે મનાવી રંગરેલીયા

વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના કરનાળી ખાતે આવેલા કાલિકા માતાજીના મંદિરમાં ભગવા વસ્ત્રો ધારણ કરીને સાધુ તરીકેનું જીવન નિર્વાહ કરતા કેટલાક સાધુઓના વીડિયો વાયરલ થયા છે. જે બાદ આ વાયરલ વીડિયોએ સમગ્ર પંથકમાં ભારે ચર્ચા જગાવી છે. વીડિયો વાયરલ થયા બાદ લંપત સાધુઓ સામે સ્થાનિકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.

દિનેશગીરીનો પ્રેમિકા સાથે વીડિયો વાયરલ

વાયરલ વીડિયોમાં ગુરુ નિરંજન દેવ ઉર્ફે દિનેશ ગીરી નામનો લંપટ સાધુ તેની પ્રેમિકા સાથે જોવા મળી રહ્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે પ્રેમિકા લંપટ સાધુના વાળ ઓળી રહી છે, વીડિયોની સાથે-સાથે દિનેશગીરીની પ્રેમિકા સાથેની તસવીરો પણ વાયરલ થઈ છે. દિનેશગીરી સામે અગાઉ ચાંદોદ પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટીની ફરિયાદ દાખલ થઈ ચૂકી છે. જેનો હાલમાં કોર્ટમાં કેસ પણ ચાલી રહ્યો છે.

ADVERTISEMENT

બ્રિજેશગીરીનો બીભત્સ વીડિયો વાયરલ

તો અન્ય એક બ્રિજેશ ગીરી નામના સાધુનો બીભત્સ વીડિયો વાયરલ થયો છે, જેમાં વીડિયો કોલિંગમાં એક યુવતીની સામે તે નગ્ન થઈ બીભત્સ વર્તન કરતા જોવા મળી રહ્યો છે. આ સાધુઓના વીડિયો વાયરલ થતાં લોકોની વચ્ચે તેઓની વાસ્તવિકતા સામે આવી છે.

ADVERTISEMENT

સાધુને જેસીબી પર બેસાડી ગામ બહાર કાઢ્યા

એટલું જ નહીં આજથી 10 દિવસ પહેલા જ એક સાધુને ગ્રામજનો દ્વારા જેસીબી પર બેસાડીને ગામની બહાર કાઢી મૂકવામાં આવ્યા હતા. અજયગીરીએ થોડા દિવસ અગાઉ દારૂ પીને ગામમાં ધમાલ મચાવી હતી, જેથી ગ્રામજનો લાલઘુમ થઈ ગયા હતા અને તેઓને જેસીબી પર બેસાડીને ગામની બહાર કાઢ્યા હતા.

ADVERTISEMENT

તાજેતરમાં જ બનાવ્યા હતા ટ્રસ્ટી

અત્રે ઉલ્લેખનીય છે કે, આ ત્રણેય વિવાદિત સાધુઓ પૈકી બે સાધુ દિનેશગીરી અને બ્રિજેશગીરીની તાજેતરમાં જ ચેરિટી કમિશનર દ્વારા કરનાળી કુબેર ભંડારી મંદિરના ટ્રસ્ટી બનાવવામાં આવ્યા હતા. ત્યારે હવે આ લંપટ સાધુઓના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં વિવાદ સર્જાયો છે.

    follow whatsapp

    ADVERTISEMENT