Vadodara: પત્નીને રિસામણેથી તેડવા ગયેલા પતિએ ખેલ્યો ખૂની ખેલ, સાસુનો જીવ લીધો પોતાને પણ છરી મારી

Gujarat Tak

ADVERTISEMENT

Vadodara News
Vadodara News
social share
google news

Vadodara News: વડોદરામાં ઘરસંસારના ઝઘડાથી કંટાળીને રીસામણે ગયેલી પત્નીને તેડવા ગયેલા દારૂડિયા પતિએ ખૂની ખેલ ખેલ્યો હતો. પત્નીને તેડવા જતા સમયે ઝઘડો થતા પતિએ ગુસ્સામાં પત્ની તથા સાસુને છરીના ઘા મારી દીધા હતા આટલું જ નહીં બાદમાં પોતાના પેટના ભાગે પણ છરી મારી હતી. હુમલામાં સાસુ તથા જમાઈનું મોત થઈ ગયું છે, જ્યારે પત્ની હાલમાં હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે.

રિસામણે ગયેલી પત્નીને લેવા ગયો હતો પતિ

મીડિયા રિપોર્ટ્સ મુજબ, વડોદરા જિલ્લાના સરાર ગામની મનીષા નામની યુવતીના દોઢ વર્ષ પહેલા જિગ્નેશ સાથે ફુલહારથી પ્રેમ લગ્ન થયા હતા. બંને અંકલેશ્વરના જૂના દીવા ગામે રહેતા હતા. જીગ્નેશને દારૂ પીવાની ટેવ હોવાથી બંને વચ્ચે અવારનવાર ઝઘડાઓ થતા હતા. આથી મહિનાથી મનિષા પોતાના પિયરમાં રહેતી હતી. જોકે 20 જુલાઈના રોજ આરોપી જીગ્નેશ સાસરીમાં આવ્યો હતો અને પત્નીને પોતાની ઘરે લઈ જવા પહોંચ્યો હતો અને કહ્યું હતું કે, તારે મારી સાથે આવવાનું છે કે નહીં? જવાબમાં મનીષાએ તેને દારૂ પીવાનું અને ઝઘડા કરવાનું બંધ કરવાનું કહેતા જીગ્નેશ ગુસ્સે થઈ ગયો હતો.

સાસુની હત્યા બાદ પોતાને છરી મારી

તેણે છરી લઈને પત્નીને મારી દીધી હતી. દરમિયાન સાસુ આવતા તેમને પણ પેટમાં છરી મારી દીધી હતી. આથી સાસુનું સ્થળ પર જ મોત થઈ ગયું હતું. આ બાદ જીગ્નેશે પોતાના પેટમાં પણ છરી મારી દીધી હતી અને તેનું પણ મોત થઈ ગયું હતું. હાલમાં મનીષાને ગંભીર હાલતમાં વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે. 

આ પણ વાંચો

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT