વડોદરામાં SRP જવાનનો સર્વિસ રાયફલથી માથામાં ગોળી મારીને આપઘાત, 3 સંતાનોએ ગુમાવી પિતાની છત્રછાયા

ADVERTISEMENT

gujarattak
social share
google news

Vadodara News: વડોદરા શહેરમાં SRP ગ્રૂપ-1માં ફરજ બજાવતા જવાને પોતાની ફરજ દરમિયાન સર્વિસ રાયફલ વડે ગોળી મારી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. આ ઘટનને પગલે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. SRP જવાન છેલ્લા કેટલાય સમયથી ફરજ બજાવતા હતા. પરિવારનું કહેવું છે કે તેઓ છેલ્લા કેટલાય વર્ષોથી બીમાર હોવાના કારણે આ પગલું ભર્યું છે. હાલમાં એસઆરપી જવાનો મૃતદેહ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે.

છેલ્લા 14 વર્ષથી બિમારીથી પીડાતા હતા

મૂળ નર્મદા જિલ્લાના ટીલાકવાળા તાલુકાના ફતેપુરા ગામના અને છેલ્લા 28 વર્ષથી SRPમાં ફરજ દરમિયાન પ્રવીણભાઈ બારીયાએ ફરજ દરમિયાન પોતાની સર્વિસ રાયફલ વડે સુસાઇડ કરી લેતા ચકચાર મચી જવા પામી છે. પરિજનનું કહેવું છે કે બીમારીના કારણે જીવન ટૂંકાવ્યું છે. તેઓ છેલ્લા 14 વર્ષથી બીમારીથી પીડાતા હતા. હાલમાં SRP જવાનનો મૃતદેહ સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે. આ આત્મહત્યા કયા કારણોસર કરી છે તેનું સાચું કારણ અકબંધ છે. મૃતક SRP જવાન શહેરના લાલબાગ ખાતે આવેલ SRP કેમ્પસમાં ફરજ બજાવે છે અને ત્યાં ફરજ દરમિયાન આત્મહત્યા કરી લેતા પરિવારમાં ભારે આઘાત જોવા મળી રહ્યો છે.

ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી

મૃતક SRP જવાન પ્રવીણ બારીયાના સ્વજન મોહનભાઇ બારીયાએ જણાવ્યું હતું કે, પ્રવીણભાઈ બારીયા છેલ્લા 28 વર્ષથી SRPમાં બજાવતા બજાવતા હતા. અને તેઓ છેલ્લા 14 વર્ષથી બીમારીના કારણે પરેશાન હતા. ફરજ દરમિયાન સર્વિસ રાયફલ વડે ગોળી મારી આપઘાત કરી લીધો છે. આ પગલું બીમારીથી કંટાળીને ભર્યું હશે તેવું પ્રાથમિક તારણ છે. હાલમાં પરિવારમાં પત્ની અને ત્રણ સંતાન નિરાધાર બન્યા છે. પોતાના ઘરનો મોભી ગુમાવતા પરિવાર આઘાતમાં છે. હાલ SSG હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમની કાર્યવાહી ચાલી રહી છે. પોસ્ટમોર્ટમ બાદ મૃતક જવાનના અંતિમસંસ્કાર પોતાના વતન નર્મદા જિલ્લાના ફતેપુર ગામ ખાતે કરાશે.

ADVERTISEMENT

(દિગ્વિજય પાઠક, વડોદરા)

    follow whatsapp

    ADVERTISEMENT