વડોદરા ભાજપના MLAનો થયો રમખાણના કેસમાં છૂટકારોઃ શૈલેસ મહેતા નિર્દોષ જાહેર

ADVERTISEMENT

gujarattak
social share
google news

દિગ્વિજય પાઠક.વડોદરાઃ ડભોઈના ભાજપના ધારાસભ્ય વિરુદ્ધ 1995માં નોંધાયેલા હુલ્લડના ગુનામાં અગાઉ 1 વર્ષની સજા થયા બાદ તેઓનો નિર્દોષ છુટકારો થયો છે. 28 વર્ષ બાદ આ કેસમાં તેઓને નિર્દોષ જાહેર કરાયા છે. ભાજપના ધારાસભ્ય સામે થયેલા આ કેસમાં પોલીસે જે તે સમયે ટોળાને કાબુમાં કરવા 8 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું, લાઠીચાર્જ અને ટીયરગેસના સેલ પણ છોડવા પડ્યા હતા. મોટી માથાકુટ વચ્ચે તંગદીલીનો માહોલ ઊભો થયો હતો. પોલીસે આ મામલે 28 શખ્સો સામે રાયોટિંગ અને હત્યાના પ્રયાસને લઈને ચાર્જશીટ કરી હતી.

કોર્ટે 28 વર્ષ પછી છોડ્યા નિર્દોષઃ તો પછી હુલ્લડના ખરા આરોપીઓ કોણ?

૨૪.૦૯.૧૯૯૫ના રોજ બનેલા હુલ્લડના ગુનામાં વડોદરાની સેશન્સ કોર્ટ દ્વારા શૈલેષ મહેતા તથા અન્ય પાંચને એક વર્ષની સજાના હુકમ સામે આજરોજ નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા શૈલેષ મહેતા સહિત તમામને નિર્દોષ જાહેર કરી સજાનો હુકમ રદ્દ કર્યો છે. તા.૨૪.૦૯.૧૯૯૫ના રોજ ભરવાડોના દબાણ મામલે જિલ્લા પંચાયતના સભ્યોની ટીમ દ્વારા પાણીગેટ પોલીસની સાથે મળી દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. તે સમયે હુલ્લડ થયું હતું અને જેમાં પોલીસ દ્વારા ૮ રાઉંડ ગોળીબાર તથા લાઠીચાર્જ અને ટીયરગેસનો ઉપયોગ કરાયો હતો. હુલ્લડના બનાવ સામે પાણીગેટ પોલીસે રાયોટિંગ તથા ખૂનની કોશિશનો ગુનો નોંધી કુલ ૨૮ આરોપી સામે ચાર્જશીટ કરી હતી. સેશન્સ કોર્ટમાં કેસ ચાલી જતા શૈલેષ મહેતા તથા અન્ય પાંચને એક વર્ષની સજા થયેલી.

મહેમદાવાદના તંત્રએ થોડી અક્કલ અને થોડી મુર્ખતા સાથે પાણીની ટાંકી કરી ધ્વસ્ત, તો જુઓ શું થયું- Video

શૈલેષ મહેતા તે સમયે વાઘોડિયા રોડના કોંગ્રેસના કોર્પોરેટર હતા અને લોકોની મદદે આવતા તેમની પણ ધરપકડ કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. આજરોજ આ કેસમાં અપીલ ચાલી જતા તેઓના વકીલ તરફે થયેલી રજૂઆતો અને દલીલો ગ્રાહ્ય રાખી તમામને નિર્દોષ જાહેર કરવામાં આવતા, ૨૮ વર્ષ જૂના કેસમાં શૈલેષ મહેતાને મોટી રાહત મળી છે. હવે તેઓ સામે કોઇ કેસ પેન્ડિંગ ના રહેતા તેઓની સામે કોઇ કેસ બાકી ન રહેતા છબી સ્વચ્છ થઈ હતી. અન્ય આરોપીયો તરફે સીનિયર ધારાશાસ્ત્રી યોગેશ લાખાણી હાજર રહી દલીલો કરી અને સાથે વકીલ રાજેશ કાનાણી અને વકીલ ભાવિન રૈયાણી હાજર રહ્યા હતા. જ્યારે શૈલેષ મહેતા તરફે તેઓના વકીલ હિતેષ ગુપ્તા દ્વારા દલીલો કરવામાં આવી હતી. હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે જે તે સમયે પોલીસે યોગ્ય દિશામાં તપાસ સાથે કાર્યવાહી કરવામાં ક્યાં થાપ ખવાઈ કે આ રમખાણો કોણે કર્યા હતા? તેના ખરા આરોપીઓ કોણ હતા? કારણ કે જેમને પોલીસે પકડ્યા હતા તે તો નિર્દોષ છૂટ્યા છે તો જે તે સમયે થયેલા રમખાણોના ખરા દોષિતો કોણ?

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT