Vadodara News: ભાજપનું Facebook પેજ અચાનક હેક, બે અશ્લીલ વીડિયો કરાયા પોસ્ટ
Vadodara BJP FB Page: વડોદરામાં ભાજપનું ફેસબુક પેજ હેક થયાનો બનાવ સામે આવી રહ્યો છે. આ પેજને હેક કરી હેકર્સ દ્વારા ભાજપના પેજ પર અશ્લીલ વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો. આ ઘટના આજે સવારે બની હતી.
ADVERTISEMENT
Vadodara BJP FB Page: વડોદરામાં ભાજપનું ફેસબુક પેજ હેક થયાનો બનાવ સામે આવી રહ્યો છે. આ પેજને હેક કરી હેકર્સ દ્વારા ભાજપના પેજ પર અશ્લીલ વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો. આ ઘટના આજે સવારે બની હતી. ઘટનાના કલાકો સુધી પેજ પર વાંધાજનક પોસ્ટને ડીલીટ કરવામાં આવી ન હતી. જોકે ઘટનાને અંદાજિત બે કલાક જેવો સમય થઇ ગયો છે છતાં વાંધાજનક પોસ્ટ હટાવી શકાઈ નથી તે એક ચર્ચાનો વિષય બન્યો છે.
ભાજપનું આઇટી સેલ ધંધે લાગ્યું
વડોદરા શહેર ભાજપના ફેસબુક એકાઉન્ટ પર 23 હજારથી વધુ ફોલોઅર્સ છે. ત્યારે ભાજપના આ ફેસબુક એકાઉન્ટને લોકસભા ચૂંટણી પહેલા આ રીતે હેક કરી અને મહિલાના પ્રાઇવેટ પાર્ટ પર ટેટુ બનાવતા હોવાના અશ્લીલ વીડિયો અપલોડ કરતા હડકંપ મચ્યો છે. હાલ ભાજપનું આઇટી સેલ ફેસબુક એકાઉન્ટને રીસ્ટોર કરવાના કામે લાગ્યુ છે.
ભાજપના કોર્પોરેટરનું પણ facebook પેજ હેક થયું હતું
અગાઉ વોર્ડ નંબર 16ના ભાજપના કોર્પોરેટર સ્નેહલબેન પટેલનું પણ facebook પેજ પાકિસ્તાની હેકર્સ દ્વારા હેક કરવામાં આવ્યું હતું. આ અંગે તેમને જાણ થતા તેઓએ facebook પેજ હેક કરનાર અજાણી વ્યક્તિ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા હેતુ ફરિયાદ કરી હતી. મામલે તેમની લેખિત ફરિયાદ લીધા બાદ તપાસ કરાઇ હતી.
પ્રાથમિકક તપાસમાં કોઈ પાકિસ્તાની હેકર્સ દ્વારા એકાઉન્ટ હેક થયા હોવાની માહિતી મળી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT