Vadodara News: ‘તારી બદલી કરાવી દઈશ…’, હર્ષ સંઘવીના નકલી PAની પોલીસે હવા કાઢી

ADVERTISEMENT

હર્ષ સંઘવીના PA બનીને રોફ મારતા યુવકને સ્થળ પર લઈ જઈને પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું
હર્ષ સંઘવીના PA બનીને રોફ મારતા યુવકને સ્થળ પર લઈ જઈને પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું
social share
google news

Vadodara News: વડોદરા ખાતે ટ્રાફિક પોલીસ સહિત પોલીસ કર્મીઓને ગાળો બોલી મારામારી કરનાર 3 યુવકોની ધરપકડ થઈ હતી. આ યુવાનો પૈકી એક યુવાને પોતાની ઓળખ ગૃહમંત્રી હર્ષ સંઘવીના PA તરીકે આપી હતી. જેઓ સામે ગુનો નોંધીને આજે ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું.

ટ્રાફિક પોલીસ સાથે મારા મારી કરી હતી

વડોદરાના હરણી રોડ ઉપર ટ્રાફિક પોલીસ જવાન સાથે ગેરવર્તણૂંક કરનાર ત્રણ યુવકોની ધરપકડ કરવામાં આવી હતી. આ યુવકો પૈકી એક યુવકે પોતાની ઓળખ ગૃહ મંત્રીના પીએ તરીકે આપી હતી. હરણી પોલીસે ગત રોજ 3 યુવકોની ધરપકડ કરી હતી. જેઓને સાથે રાખી પોલીસ દ્વારા આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન હાથ ધરાયુ હતું.

ADVERTISEMENT

આરોપી ખેતી કામ કરતો હતો

વડોદરાના હરણી ગામના વરુણ પટેલ, આકાશ પટેલ અને પિનાકીન પટેલની ધરપકડ કરવામાં આવી હતી. આ આરોપીઓએ રોડ ઉપર વાહન પાર્ક કર્યું હતું, જેઓને સાઈડમાં હટવાનું કહેતા રૂઆબ જમાવ્યો હતો. આ ત્રણ પૈકી વરુણ પટેલ અને આકાશ પટેલ ખેતીકામ કરતા હોવાનું બહાર આવ્યું જ્યારે પિનાકીન પટેલ સેલ્સમેન હોવાનું બહાર આવ્યું હતું.

ADVERTISEMENT

પોલીસકર્મીને આપી હતી ધમકી

આ યુવકો પૈકી વરુણ પટેલે પોતે ગૃહમંત્રી હર્ષ સંઘવીના PA હોવાનો રોફ જમાવ્યો હતો. જેણે પોલીસકર્મીને “તારી બદલી કરાવી દઇશ…” એમ કહીને માર માર્યો હતો. ત્યારે સમગ્ર મામલે હરણી પોલીસે ત્રણેય આરોપીઓને સાથે રાખી ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કર્યું હતું.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT