સ્માર્ટ મીટરે ભારે કરી! વડોદરામાં ભાડાના ઘરમાં રહેતા પરિવારને મળ્યું 9 લાખનું લાઈટ બિલ

ADVERTISEMENT

Light Bill
Light Bill
social share
google news

Vadodara News: રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી સ્માર્ટ મીટરને લઈને વિવાદ ચાલી રહ્યો છે. લોકો સ્માર્ટ મીટરમાં બિલ વધુ આવતા હોવાની ફરિયાદ કરી રહ્યા છે. આ વચ્ચે વડોદરામાં ભાડાના મકાનમાં રહેતા એક વ્યક્તિને અચાનક 9 લાખ રૂપિયાનું બિલ આવતા ભારે ઊહાપોહ મચી ગયો હતો. આટલા મોટા બિલનો મુદ્દો સામે આવ્યા બાદ PGVCLએ પોતાની ભૂલ સ્વીકારી હતી અને નવા બિલનો મેસેજ ગ્રાહકને મોકલ્યો હતો.

સ્માર્ટ મીટર લગાવ્યા બાદ મળ્યું લાખોમાં બિલ

વિગતો મુજબ, વડોદરાના ગોરવા વિસ્તારમાં રિદ્ધિ સિદ્ધિ ફ્લેટમાં મૃત્યુંજય નામનો વ્યક્તિ ભાડે રહે છે. મૃત્યુંજયનો આરોપ છે કે, સ્માર્ટ મીટર લગાવ્યા બાદ તેને 9 લાખ 24 હજાર રૂપિયાનું બિલ આવ્યું છે. સામાન્ય રીતે મારા ઘરું લાઈટ બિલ 1500થી 2000 રૂપિયા આવતું હોય છે. પરંતુ આ વખતે સ્માર્ટ મીટર લગાવ્યા બાદ મેસેજ આવ્યો કે તમારું 9,24,254 રૂપિયા બિલ આવ્યું છે. મેસેજમાં આ સાથે લખ્યું છે કે, બિલને રોજના 5134.74 પૈસાના હપ્તામાં કન્વર્ટ કરવામાં આવ્યું છે.

MGVCLએ આ અંગે શું કહ્યું?

તો બીજી તરફ MGVCLનું કહેવું છે કે, જ્યારે નવા મીટર લગાવવામાં આવે ત્યારે જૂના બિલનું રીડિંગ તેમાં જોડવામાં આવે છે. આ કેસમાં મીટર રિડિંગમાં ભૂલ થઈ છે. આ ભૂલને કારણે ગણતરી ખોટી થઈ છે અને તેને સુધારી દેવામાં આવી છે. આ ગ્રાહકનું બિલ માઈનસમાં છે અને બિલ સુધારીને તેને તાત્કાલિક મેસેજ મોકલી દેવામાં આવશે. સ્માર્ટ મીટરના કારણે બિલ વધારે આવ્યું નથી. પરંતુ માનવીય ભૂલના કારણે આમ થયું હતું અને તેને સુધારી લેવામાં આવી છે. 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT