વડોદરામાં ફરી સામુહિક આપઘાતની ઘટના, પત્ની-પુત્રને ફાંસો આપી પિતાએ ગળા પર બ્લેડ મારી
વડોદરા: વડોદરામાં ફરી એકવાર સામુહિક આપઘાતનો મામલો સામે આવી રહ્યો છે. પિરામીરતાર રોડ પર આવેલી કાછિયા પોળમાં રહેતા પંચાલ પરિવારના મુકેશભાઈ, પત્ની નયનાબેન અને પુત્ર…
ADVERTISEMENT
વડોદરા: વડોદરામાં ફરી એકવાર સામુહિક આપઘાતનો મામલો સામે આવી રહ્યો છે. પિરામીરતાર રોડ પર આવેલી કાછિયા પોળમાં રહેતા પંચાલ પરિવારના મુકેશભાઈ, પત્ની નયનાબેન અને પુત્ર મિતુલે આપઘાતના પ્રયાસ કરતા માતા અને પુત્રનું મોત થયું છે. તો પિતાએ ઝેરી દવા પીને ગળા પર બ્લેડના ઘા માર્યા હતા, તેમને સયાજી સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક વિગતો મુજબ આર્થિક સંકડામણમાં પરિવારે આ પ્રકારનું ગંભીર પગલું ભર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.
ઘરમાંથી સવારમાં બચાવો-બચાવોની બુમા સંભળાતા લોકો ઉપર ગયા
વિગતો મુજબ, પિરામીતાર રોડ પર રહેતા મુકેશભાઈ પંચાલ સિક્યોરિટી ગાર્ડ તરીકે કામ કરતા હતા. સવારમાં ઘરમાંથી બચાવો બચાવોની બુમો સંભળાતા પાડોશના લોકો ત્યાં પહોંચ્યા હતા. જેમાં મુકેશભાઈ લોહી લુહાણ હાલતમાં પડેલા હતા. જ્યારે પુત્રના બંને હાથ બાંધેલા હતા અને ફાંસો ખાધેલી હાલતમાં હતો, અને પત્નીને ઝેરી દવા પીવડાવી હતી, પરંતુ મોત ન થતા દુપટ્ટાથી ગળે ટુંપો આપ્યો હતો. આમ પત્ની અને પુત્રની હત્યા કર્યાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. બાદમાં મુકેશભાઈએ પણ ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
ઘરમાંથી સુસાઈડ નોટ મળી
ઘટનાની જાણ થતા જ રાવપુરા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને તપાસ શરૂ કરી હતી. પોલીસને પરિવાર પાસેથી સુસાઈડની નોટ મળી આવી હતી. જેમાં મકાનમાલિકે મકાન ખાલી કરાવવાનું કહેતા પરિવાર ચિંતામાં હતો તેમ લખવામાં આવ્યું છે. આજે મકાન ખાલી કરવાનો છેલ્લો દિવસ હતો ત્યારે જ પરિવારે આ રીતે સામુહીક આપઘાત કરી લીધો હતો. હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેતા મુકેશભાઈએ પણ પોતાને બહું દેવું થઈ ગયું હોવાનું અને આર્થિક સંકળામણમાં હોવાથી આ પ્રકારનું પગલું ભર્યું હોવાનું જણાવ્યું હતું.
ADVERTISEMENT
ADVERTISEMENT