વડોદરાના પાણીપુરીવાળાએ સગીરાનો અશ્લીલ વીડિયો વાઈરલ કર્યો, પકડાયો તો જામીન માટે 7-7 વકીલ બોલાવ્યા

ADVERTISEMENT

gujarattak
social share
google news

Vadodara News: ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં કિશોરીને બ્લેકમેલ કરવાનો મોટો મામલો સામે આવ્યો છે. ચેટિંગ એપ પર મિત્રતા આત્મહત્યા કરવાની ધમકી આપીને યુવકે સગીરાનો અશ્લીલ વીડિયો વાયરલ કરી દીધો. પોલીસે આરોપીની ગુજરાતના વડોદરામાંથી ધરપકડ કરી છે. સ્થાનિક કોર્ટમાં રજૂ કર્યા બાદ તેને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર ગાઝિયાબાદ લાવવામાં આવ્યો હતો. ACP કવિનગર અભિષેક શ્રીવાસ્તવે જણાવ્યું કે, આરોપી રાજ ગુર્જર ઉર્ફે કાલુ છે, જે રાજસ્થાનના ભીલવાડાનો રહેવાસી છે. હાલમાં તે વડોદરામાં પાણીપુરી વેચતો હતો. એક વર્ષ પહેલા તેણે યુવતી સાથે ચેટિંગ એપ પર વાત કરવાનું શરૂ કર્યું હતું.

સગીરા સાથે મિત્રતા કરીને પૈસા માગ્યા

સગીરા સાથે મિત્રતા કર્યા બાદ તે યુવતીને શહેરની એક હોટલમાં મળ્યો હતો. આત્મહત્યાની ધમકી આપ્યા બાદ તેના કપડા ઉતારી દીધા અને સ્ક્રીન રેકોર્ડર વડે વીડિયો બનાવ્યો. બાદમાં તેને વાયરલ કરવાની ધમકી આપીને પૈસાની માંગણી કરવા લાગ્યો હતો. પીડિતાએ તેના પિતાના ખાતામાંથી 17 હજાર રૂપિયા તેને ટ્રાન્સફર કર્યા હતા. બીજા લાખ રૂપિયા ન મળતાં તેણે એક મહિના પહેલા વોટ્સએપ પર અશ્લીલ વીડિયો ફોરવર્ડ કર્યો હતો. આ કેસમાં ફરિયાદના આધારે ગાઝિયાબાદ પોલીસે આરોપીની વડોદરાથી ધરપકડ કરી હતી.

7 વકીલો જામીન માટે આવ્યા હતા

વડોદરામાં તેની ધરપકડ બાદ, પોલીસની પૂછપરછ ટાળવા માટે, પાણીપુરી વેચતા રાજે જામીન માટે સાત વકીલો રોક્યા હતા. ખરેખર, ધરપકડ બાદ પોલીસ આરોપીને જિલ્લા અને સેશન્સ કોર્ટ, વડોદરામાં લાવી હતી. ત્યાંથી તેને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર લેવાનો હતો. આરોપીની તરફેણમાં સાત વકીલો ત્યાં હાજર હતા. જો કે, સાતમાંથી એકપણ વકીલ કામ આવ્યા નહોતા. કોર્ટે આરોપીને 48 કલાકના ટ્રાન્ઝિટ રિમાન્ડ પર ગાઝિયાબાદ પોલીસને સોંપ્યો હતો.

ADVERTISEMENT

આપઘાતની ધમકી આપીને વીડિયો બનાવતો હતો

ચેટિંગ એપ પર વાતચીત દરમિયાન કિશોરી અને આરોપી વચ્ચે મિત્રતા ગાઢ થઈ હતી. આ પછી તેણે યુવતીનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું. આત્મહત્યાની ધમકી આપીને તેણે યુવતીને તેના કપડાં ઉતારવા દબાણ કરવાનું શરૂ કર્યું. જ્યારે પણ યુવતી તેના કપડાં ઉતારતી ત્યારે તે સ્ક્રીન રેકોર્ડરથી વીડિયો બનાવતો હતો. જો યુવતીએ ના પાડી તો તે તેના ગળા પર છરી મૂકી દેશે. વીડિયો બનાવ્યા બાદ તેણે યુવતી પાસે પૈસાની માંગણી શરૂ કરી દીધી હતી. જ્યારે યુવતી તેના 1 લાખ રૂપિયાની માંગણી માટે રાજી ન થઈ ત્યારે તેણે વીડિયો તેના પરિવારને મોકલ્યો. તેને વોટ્સએપ ગ્રુપમાં પણ ફોરવર્ડ કર્યો હતો.

ACP કવિનગર અભિષેક શ્રીવાસ્તવે જણાવ્યું કે, ફરિયાદના આધારે કેસ નોંધવામાં આવ્યો છે. જ્યારે પોલીસ આરોપીને પકડવા રાજસ્થાન પહોંચી ત્યારે તેમને માહિતી મળી હતી કે તે વડોદરામાં છે. એસીપીએ જણાવ્યું કે આરોપીને જેલમાં મોકલી દેવામાં આવ્યો છે. મોબાઈલની ફોરેન્સિક તપાસ કરવામાં આવી રહી છે. આરોપીએ વધુ કેટલી છોકરીઓને પોતાનો શિકાર બનાવી તે જાણવામાં આવી રહ્યું છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT