Vadodara: શોપિંગ કરીને બહેન સાથે જતી સગીરા પર આઈસરનું ટાયર ફરી વળ્યું, શોકિંગ CCTV સામે આવ્યા
Vadodara Hit and Run Case: વડોદરામાં કારેલીબાગ વિસ્તારમાં એક્ટિવા પર જઈ રહેલી બે છોકરીઓને આઈસર ટક્કર મારતા ધો.12માં અભ્યાસ કરતી સગીરાનું કરુણ મોત થઈ ગયું. અકસ્માતની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
ADVERTISEMENT
Vadodara Hit and Run Case: વડોદરામાં કારેલીબાગ વિસ્તારમાં એક્ટિવા પર જઈ રહેલી બે છોકરીઓને આઈસર ટક્કર મારતા ધો.12માં અભ્યાસ કરતી સગીરાનું કરુણ મોત થઈ ગયું. અકસ્માતની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જેમાં દેખાય છે કે એક્ટિવા ચાલક છોકરી લેફ્ટ ટર્ન લેતા પાછળથી પૂરપાટ ઝડપે આઈસર આવે છે. આઈસરની ટક્કર વાગતા બંને છોકરીઓ એક્ટિવા પરથી નીચે પડી જાય છે, દરમિયાન તેનું ટાયર એક છોકરી પરથી ફરી વળે છે.
શોપિંગ કરીને ઘરે જતા આઈસરે મારી ટક્કર
વિગતો મુજબ, એક્ટિવા ચાલક છોકરીએ કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું કે, તે અને માસીની દીકરી કેયા પટેલ તથા મામાની દીકરી અને અન્ય એક ફ્રેન્ડ બપોરે ચારેક વાગે એક્ટિવા લઈને પાણીની ટાંકી સર્કલ પાસે આવેલા સેલમાં ખરીદી કરવા ગયા હતા. ખરીદી કરીને સાંજે ઘરે જતા ટાંકી સર્કલથી અમે અમીતનગર જવા એક્ટિવાને ટર્ન માર્યો દરમિયાન પાછળથી એક આઈસર આવી અને એક્ટિવાને ટક્કર મારી હતી. જેમાં હું પડી ગઈ હતી અને ઊભા થઈને જોતા મારા માસીની દીકરી કેયા નીચે પડેલી હતી અને તેના નાકમાંથી લોહી આવતું હતું અને બેભાન હતી. આ બાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવી જ્યાં ડોક્ટરોએ તેનો મૃત જાહેર કરી.
1 મહિનામાં અમેરિકા જવાનું હતું
ખાસ બાબત છે કે મૃતક કેયાને અમેરિકાના 10 વર્ષના વિઝા મળ્યા હતા અને તે 1 મહિનામાં જ અમેરિકા જવાની હતી.જોકે આ પહેલા જ થયેલા અકસ્માતમાં તેણે પોતાનો જીવ ગુમાવતા પરિજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. અકસ્માતની ઘટના બાદ પોલીસ એક્શનમાં આવી હતી અને અકસ્માત સર્જનાર આઈસર ચાલકની ધરપકડ કરી લીધી હતી.
ADVERTISEMENT
(ઈનપુટ: દિગ્વિજય પાઠક, વડોદરા)
ADVERTISEMENT